Video: જેતપુર-મહુવા નેશનલ હાઈવેના જમીન સંપાદનને લઈને જૂની જંત્રી સામે પીઠડિયાના ખેડૂતોમાં આક્રોશ

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડિયા ગામે જમીન સંપાદનના અપૂરતા વળતરને લઈને ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ 2026માં પણ વર્ષ 2011ની જૂની જંત્રી મુજબ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ બજારમાં એક વીઘા જમીનની કિંમત 25થી 30 લાખ રૂપિયા છે, જ્યારે તંત્ર દ્વારા માત્ર 6 લાખ રૂપિયા વળતર આપવામાં આવી રહ્યું છે. અગાઉ વીઘે 30 લાખ રૂપિયા વળતર આપવાની વાત કરવામાં આવી હોવાનો પણ ખેડૂતોનો દાવો છે. આ મામલે પીઠડિયાના ખેડૂતોએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ પ્રદર્શન કરી 2013ના જમીન સંપાદન કાયદા મુજબ ચાર ગણું વળતર આપવાની માગ કરી છે. માગ નહીં સંતોષાય તો મહુવા સુધી પદયાત્રા અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત