Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Accused caught with fake currency notes runs Satyam Yoga & Health Center in Rajkot

VIDEO: નકલી ચલણી નોટ સાથે પકડાયેલો આરોપી સત્યમ યોગ & હેલ્થ સેન્ટર ચલાવતો, રાજકોટમાં અનેક લોકોનું ફૂલેકુ ફેરવ્યું હોવાની ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 અમદાવાદમાં ડુપ્લીકેટ ચલણી નોટના જથ્થા સાથે ઝડપાયેલા પ્રદીપ જોટાંગીયા ઉર્ફે પ્રદીપ ગુરુજીના ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. આરોપી સત્યમ યોગ & હેલ્થ સેન્ટરના નામે કલાસ ચલાવતો હતો અને હાલ તેનો નાનોભાઈ અમિત જોટાંગીયા આ યોગ કલાસ ચલાવે છે. આરોપીએ રાજકોટમાં અનેક લોકોનું ફૂલેકુ ફેરવ્યું હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે. 

App Store

આરોપીનો આપઘાતનો પ્રયાસ કરતો વીડિયો પણ વાયરલ થયો હતો 

 નકલી નોટ ઝડપાવવાને મામલે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના સંચાલક પ્રદીપ મહારાજનો આપઘાતનો પ્રયાસ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આરોપ છે કે, આશ્રમ માટે જમીન અને બંગલો બનાવવા લીધેલા ઉછીના રૂપિયા પરત ન કરવા પડે તે માટે લેણદારોને ડરાવવા આ સુસાઈડ ડ્રામા રચવામાં આવ્યો હતો. લેણદારોએ નાણાં માંગતા પ્રદીપે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસ આ આખા મામલે તપાસ તેજ કરી રહી છે.

શું છે સમગ્ર મામલો?

ગુજરાતમાંથી નકલી નોટોનું મોટું રેકેટ ઝડપાયું છે, રાજ્યના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યો છે. જેમાં અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કરોડોની નકલી નોટોનું રેકેટ ઝડપી પાડ્યું છે. શહેરના અમરાઈવાડીમાં દરોડા દરમિયાન 'ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા' લખેલી સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી નોટોની હેરાફેરીનો ખુલાસો થયો છે.પોલીસે ઝડપેલા તમામ આરોપીઓની સખ્ત પૂછપરછ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહી છે.  

મહિલા સહિત 6 શખ્સોની ધરપકડ કરી

અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાંથી 2.10 કરોડ અને સુરતમાંથી 80 લાખની નકલી નોટો સાથે મહિલા સહિત 6 શખ્સોની ધરપકડ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાંથી નોટો છાપવાનું મશીન પણ કબજે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે કે અન્ય કોઈ આ ષડયંત્રમાં તો સામેલ નથી, અને આ નોટો કોને પહોંચાડવાની હતી?

બાતમીના આધારે અમદાવાદમાં સુરતથી આવતી સત્યમ યોગ ફાઉન્ડેશન લખેલી એક શંકાસ્પદ લક્ઝરી કારને અમરાઈવાડી વિસ્તારમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંતરવામાં આવી હતી. જેમાંથી 2.90 કરોડની ડુપ્લીકેટ નોટોનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ પોલીસ તપાસથી બચવા માટે ભારત સરકાર અને આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરી સરકારી ગાડી હોવાનો ઢોંગ કરી રહ્યા હતા. આ કેસમાં સુરતની એક મહિલા સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.