મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં પતંગની દોરી વાગતાં 3 લોકોના મોત, હાલોલમાં 5 વર્ષના બાળકનું ગળું કપાયું 

રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે પતંગ દોરી વાગવાથી 3 લોકોના મોતના સમાચાર મળ્યા છે. રાજકોટમાં બાઈક

રાજ્યમાં પતંગની દોરી વાગતાં 3 લોકોના મોત, હાલોલમાં 5 વર્ષના બાળકનું ગળું કપાયું 

રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે પતંગ દોરી વાગવાથી 3 લોકોના મોતના સમાચાર મળ્યા છે. રાજકોટમાં બાઈક ચાલકને દોરી વાગતાં તેનું ઘટના સ્થળે મોત થયું છે. આ સાથે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ઓડું ગામના ઇશ્વરભાઈ તરશીભાઈ ઠાકોરને પણ દોરી વાગતાં તેમનું મોત થયું છે. 

આ પણ વાંચોઃ VIDEO: 'આજે તો બધા ગુજરાતીઓ ધાબા ઉપર જ હશે, મને પણ શોખ',IMDના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહી આ વાત

હાલોલના રાહતલાવ ગામના 5 વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મૃત્યુ થયું છે. પિતા સાથે ફુગ્ગા ખરીદવા ગયેલા બાળકને પતંગની દોરી વાગી હતી. પિતા પરેશભાઈ પુત્ર કુણાલને ટુ વ્હીલર પર બેસાડીને પનોરમા ચોકડી પાસે ફુગ્ગા ખરીદવા જતા હતા. આ દરમિયાન અચાનક દોરી પડતાં આગળ બેઠેલા કુણાલના ગળામાં ભરાઈ ગઈ હતી. દોરીના ઘસરકાથી બાળકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું. 

ઈજાગ્રસ્ત કુણાલને તાત્કાલિક હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ બાળકનું મોત નીપજ્યું હતું. 

કડીના કસ્બા વિસ્તારમાં વીજતાર ઉપર પડેલી પતંગને દૂર કરવા જતાં મહિલાને કરંટ લાગ્યો હતો. આ મહિલાને બચાવવા ગયેલા ભાઇને કરંટ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું છે.

આ સમાચાર શેર કરો