Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Today, all Gujaratis will be on their roofs during Uttarayan: PM Modi

VIDEO: 'આજે તો બધા ગુજરાતીઓ ધાબા ઉપર જ હશે, મને પણ શોખ',IMDના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહી આ વાત

Timeછેલ્લું અપડેટ : 14 Jan 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO: 'આજે તો બધા ગુજરાતીઓ ધાબા ઉપર જ હશે, મને પણ શોખ',IMDના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગ (IMD) ના 150માં સ્થાપના દિવસ સમારોહમાં ભાગ લઈ 'મિશન મૌસમ'ના શુભારંભ કર્યો હતો. આ અવસર પર વડાપ્રધાન મોદીએ પોતાની મનપસંદ તહેવારનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે અમે આઈએમડીની 150 મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. આ 150 વર્ષ ન ફક્ત દેશના હવામાન વિભાગની યાત્રા છે, પરંતુ આપણાં દેશમાં ઉન્નત વિજ્ઞાન અને ટેક્નોલોજીની પણ યાત્રા છે. IMD એ 150 વર્ષમાં ન ફક્ત કરોડો ભારતીયોની સેવા કરી છે, પરંતુ નવી ઉપલબ્ધિ પણ હાંસલ કરી છે.

App Store

વડાપ્રધાન મોદીનો મનપસંદ તહેવાર

મકસ સંક્રાંતિની શુભકામના પાઠવી

આ વિશે વધુ વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, આ દિવસથી ખેતીવાડી માટે તૈયારીઓ શરૂ થઈ જાય છે અને ભારતીય પરંપરામાં તેને ખૂબ જ અગત્યની માનવામાં આવે છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ વિવિધ સાંસ્કૃતિક રંગોમાં તેની ઉજવણી કરવામાં આવે છે. હું આ અવસર પર તમામ દેશવાસીઓને મકર સંક્રાંતિ સાથે જોડાયેલી વિવિધ પર્વોની શુભકામના પાઠવું છું. 10 વર્ષ પહેલાં દેશના ફક્ત 10 ટકા ખેડૂતો અને પશુપાલકો હવામાન વિભાગ સાથે સંબંધિત સલાહનો ઉપયોગ કરી શકતા હતાં. આજે આ સંખ્યા 50 ટકા છે.

'મિશન મૌસમ' વિશે કરી વાત

'મિશન મૌસમ' વિશે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, હવામાન વિભાગની કાર્યક્ષમતાને વધારવા માટે કુદરતને કારણે થતી આપત્તિઓની અસર ઘટાડવાનું મહત્ત્વ પહેલાથી જ સમજી લીધું હતું. આઈએમડીના મૂળભૂત માળખાગત સુવિધા અને ટેક્નોલોજીમાં છેલ્લાં 10 વર્ષમાં અભૂતપૂર્વ વિસ્તાર થયો છે. વૈજ્ઞાનિક સંસ્થાઓમાં સંશોધન અને નવીનતા એ નવા ભારતની ભાવનાનો એક ભાગ છે. ભારતને હવામાન માટે તૈયાર કરવા માટે અમે 'મિશન મૌસમ' શરૂ કર્યું છે.
 
વડાપ્રધાને પોતાની જૂની યાદો પણ તાજા કરી. તેઓએ કહ્યું કે, '50 વર્ષ પહેલાં હું ગીરના જંગલમાં સમય પસાર કરવા ગયો હતો. ત્યાં સરકારના લોકો એક આદિવાસી બાળકને દર મહિને 30 રૂપિયા માનદંડ હતાં. મેં જ્યારે તેમને પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે, આ બાળકમાં એક વિશેષ પ્રકારનું સામર્થ્ય છે. જંગલમાં જો ક્યાંય પણ આગ લાગે છે, તો આ બાળકને જાણ થઈ જાય છે. એ આદિવાસી બાળકમાં એવી તાકત હતી કે, તે આગ વિશે જાણી લેતો.'