Rajkot: નકલી સર્ટિફિકેટથી એઇમ્સમાં નોકરીનો ખેલ, ડો. કચોટ અને વાળા પર આરોપ
રાજકોટના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)માં ભરતી કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો સામે

રાજકોટના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)માં ભરતી કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ડો. કચોટ અને વહીવટી અધિકારી જયદેવ વાળા પર ગંભીર આરોપો લાગ્યા છે. બંનેએ નકલી સર્ટિફિકેટના આધારે પોતાના સગાંવહાલાંને નોકરી અપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ડો. કચોટ પર પુત્રને નોકરી અપાવવાનો આરોપ
ડો. કચોટે પોતાના પુત્રને નકલી સર્ટિફિકેટના આધારે એઇમ્સમાં નોકરી અપાવી હોવાનો આરોપ છે. ખાસ વાત એ છે કે, તેમના પુત્રની આંખમાં ખામી હોવા છતાં તેને શારીરિક રીતે ફિટ જાહેર કરી નોકરી આપવામાં આવી હતી.
વહીવટી અધિકારી જયદેવ વાળા પણ આરોપના ઘેરામાં
આ કૌભાંડમાં વહીવટી અધિકારી જયદેવ વાળાનું નામ પણ સામે આવ્યું છે. તેમના પર આરોપ છે કે, તેમણે પોતાના મોટા ભાઈને પણ નકલી સર્ટિફિકેટના આધારે એઇમ્સમાં નોકરી અપાવી હતી.
બન્નેને ટર્મીનેટ કરાયાઆ કૌભાંડનો પર્દાફાશ થતાં એઇમ્સની વહીવટી સમિતિએ તાત્કાલિક પગલાં લીધાં હતાં. થોડા સમય પહેલાં ડો. કચોટના પુત્ર અને જયદેવ વાળાના મોટા ભાઈને ટર્મિનેટ કરવામાં આવ્યા હતા. આ નિર્ણય બાદ એઇમ્સની કમિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.







