મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: હવે પાલતુ શ્વાનોનું રજિસ્ટ્રેશન કરાવવુ પડશે, ડોગ બાઈટના કેસો વધતા લેવાયો નિર્ણય

રાજકોટમાં પણ હવે અમદાવાદની જેમ પાલતુ શ્વાનોનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં

Rajkot: હવે પાલતુ શ્વાનોનું રજિસ્ટ્રેશન કરાવવુ પડશે, ડોગ બાઈટના કેસો વધતા લેવાયો નિર્ણય

રાજકોટમાં પણ હવે  અમદાવાદની જેમ પાલતુ શ્વાનોનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરમાં અંદાજે 4 હજાર કરતા વધુ પાલતુ શ્વાન છે. અને દરરોજ શ્વાનના હુમલાને પગલે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત બને છે. રસ્તે રખડાં શ્વાન જ નહીં પરંતુ ઘરે રહેલા પાલતુ શ્વાનના પણ કરડવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. રાજકોટ સિવિલમાં અનેક દર્દીઓ ડોગ બાઈટની રસી લેવા આવે છે. જો ડોગ બાઈટની રસી ન મુકવામાં આવે તો  ડોગ બાઈટનો ભોગ બનનાર મોતને પણ ભેંટી શકે છે.  માહિતી અનુસાર દિવસમાં 50, દર મહિને 1500 અને વર્ષે 15 હજારથી વધુ લોકોને શ્વાન કરડે છે. 

આ સમાચાર શેર કરો