Gujarat news: બનાસકાંઠામાં ભારે વરસાદે મગફળીના પાકને પહોંચ્યું નુકસાન, ખેડૂતોને પડ્યો મોટો ફટકો
ગુજરાતના બનાસકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. બનાસકાંઠામાં ભારે વરસાદે મગફળીના પાકન

ગુજરાતના બનાસકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. બનાસકાંઠામાં ભારે વરસાદે મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ડીસા, વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં પાક પાણીમાં ગરકાવ થયો હતો, જેનાથી મગફળી ફરી ઉગવા લાગી અને નિષ્ફળ ગયો હતો.
ઉનાળુ સિઝનની મગફળીની પાંચ લાખથી વધુ બોરીની ઘટ નોંધાઈ
મળતા અહેવાલ પ્રમાણે માર્કેટ યાર્ડમાં ઉનાળુ સિઝનની મગફળીની પાંચ લાખથી વધુ બોરીની ઘટ નોંધાઈ, અને ભાવમાં પ્રતિ 20 કિલોએ રૂપિયા 280નો ઘટાડો થયો. ઉપરાંત, NPK ખાતરની કિંમત રૂપિયા 1470થી વધીને રૂપિયા 1850 થઈ, જેનાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા હતા. ગત રવિવારે ડીસા તાલુકાના દામા, રામપુરા, લક્ષ્મીપુરા, જેનાલ અને વરણ ગામમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો.




