મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: લોકમેળાના ગ્રાઉન્ડને લઈને વિવાદ, સાયન્સ કોલેજના પ્રિન્સિપાલે કહ્યું કે ગાંધીનગરથી હજુ પરમિશન નથી

સુરેન્દ્રનગરમાં લોકમેળાના ગ્રાઉન્ડને લઈ વિવાદ ઉભો થયો છે. સાયન્સ કોલેજ ખાતે યોજાના

Surendranagar news: લોકમેળાના ગ્રાઉન્ડને લઈને વિવાદ, સાયન્સ કોલેજના પ્રિન્સિપાલે કહ્યું કે ગાંધીનગરથી હજુ પરમિશન નથી

સુરેન્દ્રનગરમાં લોકમેળાના ગ્રાઉન્ડને લઈ વિવાદ ઉભો થયો છે. સાયન્સ કોલેજ ખાતે યોજાનારા આ મેળા માટે હજુ સુધી પરમિશન મળી નથી, જ્યારે આજે ટેન્ડર ખોલવાની પ્રક્રિયા શરૂ થશે. મેળાના ગ્રાઉન્ડના પ્લાનના નકશામાં પાર્કિંગ સ્થળની જોગવાઈ જ નથી, જેને લઈ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે.

ગાંધીનગરથી પરમિશન મળે તો જ ગ્રાઉન્ડ મેળા માટે આપવામાં આવશે

 પ્રિન્સિપાલનું નિવેદન છે કે ગાંધીનગરથી પરમિશન મળે તો જ ગ્રાઉન્ડ મેળા માટે આપવામાં આવશે. આ બાબતે તંત્ર આજે ટેન્ડર ખોલવાની તૈયારીમાં છે, પરંતુ ગ્રાઉન્ડ અંગેની સ્પષ્ટતાના અભાવે લોકોમાં સંભ્રમ છે.

પાર્કિંગની સુવિધા વિના મેળામાં આવનારા લોકોને હાલાકી થવાની શક્યતા છે. આ મુદ્દે તંત્રની બેઠકમાં ચર્ચા થઈ, પરંતુ હજુ નિર્ણય બાકી છે. સ્થાનિકો ઝડપી ઉકેલની માંગ કરી રહ્યા છે. જો ગ્રાઉન્ડ નહીં મળે તો ક્યાં લોકમેળો યોજાશે તે પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે.

આ સમાચાર શેર કરો