મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાહોદમાં ભરાયો ઐતિહાસિક ગોળ ગધેડાનો મેળો, આદિવાસી સમાજનું મહેરામણ ઊમટ્યું

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડામાં ગઈ કાલે વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડામાં ગઈ કાલે વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગોળ ગધેડાનો મેળો ભરાયો હતો. જેમાં મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઊમટ્યું હતું.  દાહોદ જિલ્લા સહિત આસપાસના રાજ્યના લોકો પણ મેળો જોવા ઉમટી પડ્યા હતા. 

ઐતિહાસિક મહત્વ ધરાવે છે આ મેળો

દાહોદનો આ મેળો ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પ્રાચીનકાળના સ્વયંવરની પ્રથાને ઉજાગર કરતો આ મેળો ગુજરાત સહિત દેશમાં આગવું મહત્વ ધરાવે છે. પરંપરાગત ચાલતો મેળો આજે પણ પોતાનો સંસ્કૃતિ જાળવવામાં અડીખમ રહ્યું છે. 

જેસવાડા ખાતે ભરાઈ છે આ મેળો

જેસાવાડા ખાતે પરંપરાગત ગોળ ગધેડાના આ મેળામાં સીમળાના થડને છોલી એકદમ લીસુ બનાવી જમીનમાં રોપવામાં આવે છે. આશરે ૨૫ થી ૩૦ ફૂટ ઉંચા થડની ટોચે ગોળની થેલી લટકાવી રાખવામાં આવે છે. આ થડની આજુબાજુ આદિવાસી કુંવારીકાઓ સાંસ્કૃતિક લોકગીતો ઢોલના તાલે નાચતી નાચતી હાથમાં નેતરની સોટી લઈ ગોળ ગોળ ફરે છે. તેઓની નજર ચુકવી યુવાનો થાંભવા ઉપર ચઢવાનો પ્રયત્ન કરે છે અને યુવતીઓ તેમણે નેતરની સોટી મારીને રોકવાનો પ્રયત્ન કરે છે. 

આ વર્ષની ગોળ ગધેડાની મેળાની પરંપરામાં રાજેશ કટારા નામના યુવકને સીમળાના થડની ઉપર ચડવામાં સફળતા મળી હતી. વર્ષો પહેલા સફળ થયેલ યુવક એના પસંદની યુવતી સાથે લગ્ન કરી શકતો હતો, પરંતુ હવે આ પ્રથા બંધ કરી દેવામાં આવી છે અને માત્ર પરંપરાગત ઉજવણી થાય છે. 

રાજા-રજવાડા વખતથી ચાલતો આવ્યો છે મેળો

નોંધનીય છે કે આ ઐતિહાસિક મેળો રાજા-રજવાડા વખતથી ચાલતો આવે છે. જુનવાણી માન્યતાઓ મુજબ પહેલા એવી માનવામાં આવતું કે કોઈ મર્દ પુરુષ જ આટલો માર ખાઈને થડના ટોચ પર પહોંચી શકે છે. જે આટલી સહનશક્તિ લઈને પુરુષ ટોચ પર પહોંચે છે તે જ પોતાની પત્ની અને પરિવારને રક્ષણ આપી શકે છે. તેના કારણે જ આ પ્રતિયોગિતામાં વિજેતા બનતો પુરુષ મનપસંદ સ્ત્રી સાથે લગ્ન કરી શકતો હતો.

આ સમાચાર શેર કરો