મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: પરપ્રાંતીય શખ્સની હત્યા, 25 યુવકની લાશ ખુલ્લા પ્લોટમાંથી મળી

રાજકોટમાં પરપ્રાંતીય યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. આદિત્ય પાર્ક મેઈન રોડ પર આવેલા ખુલ્લા પ

રાજકોટમાં પરપ્રાંતીય યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. આદિત્ય પાર્ક મેઈન રોડ પર આવેલા ખુલ્લા પટમાંથી 25 વર્ષીય યુવકની લાશ મળી આવી છે. 

મૃતકની ઓળખ રાજેશ ઉર્ફે રાજુ ચિંતામણી રાજભર તરીકે થઇ છે. મૃતકના માથા પર એક કરતાં વધુ ઈજાઓના નિશાન જોવા મળ્યા, જેના કારણે આ ઘટના હત્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. મૃતક મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને રાજકોટમાં મજૂરી કામ કરતો હતો.

બનાવની જાણ થતાં માલવીયા નગર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. પોલીસે મૃતકના સંબંધીઓના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાનું કારણ અને આરોપીઓની ઓળખ કરવા માટે પોલીસે ફોરેન્સિક તપાસ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો