Rajkot news: AIIMSના મેડિકલ સ્ટોરકર્મીને સ્ટોરમાં જ સર્પે માર્યો દંશ, સારવાર લેવી પડી ખાનગી હોસ્પિટલમાં
ગુજરાત રાજ્યના રાજકોટમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટના સૌથી મોટી AIIMSમાં સુવિધ

ગુજરાત રાજ્યના રાજકોટમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટના સૌથી મોટી AIIMSમાં સુવિધાઓની ઉણપ ફરી એકવાર ચર્ચામાં આવી છે.AIIMSના જન ઔષધિ મેડિકલ સ્ટોરમાં કામ કરતા કર્મચારી અરમાન જેઠવાને મેડિકલ સ્ટોરમાં છુપાયેલા સાપે દંશ માર્યો. આ ઘટનાએ AIIMSની વ્યવસ્થાઓ અને જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
AIIMSમાં જરૂરી સાધનો ઉપલબ્ધ ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવો પડ્યો
કારણ કે અરમાનને સારવાર માટે AIIMSમાં જરૂરી સાધનો ઉપલબ્ધ ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવો પડ્યો.AIIMSમાં સર્પદંશની સારવાર માટે જરૂરી સાધનો, જેમ કે એન્ટિ-વેનમ અથવા ઈમરજન્સી સુવિધાઓ, ઉપલબ્ધ ન હોવાથી અરમાનને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ઘટનાએ AIIMSના મેનેજમેન્ટની બેદરકારી અને સુવિધાઓના અભાવને ઉજાગર કર્યો છે.



