મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot સિવિલ હોસ્પિટલમાં મીરા આહિર સાથે રકઝક મામલે કમિટી દ્વારા નિર્ણય લેવાયો

Rajkot News: રાજકોટમાં લોકસાહિત્યકાર મીરા આહિર સાથે સિવિલ હોસ્પિટલમાં થયેલ રકઝક મામલે કમિટી દ્વારા

Rajkot સિવિલ હોસ્પિટલમાં મીરા આહિર સાથે રકઝક મામલે કમિટી દ્વારા નિર્ણય લેવાયો

Rajkot News: રાજકોટમાં લોકસાહિત્યકાર મીરા આહિર સાથે સિવિલ હોસ્પિટલમાં થયેલ રકઝક મામલે કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. નર્સિંગ સ્ટાફની શાબ્દિક ગેર વર્તુણક બદલ તેમના પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. વર્ગ -૪ સ્ટાફ ને તેમની ફરજ પર બેદરકારી બદલ છૂટા કરવામાં આવ્યા છે. સિક્યોરિટી ગાર્ડને તેમની ફરજ પરની નિષ્કાળજી બદલ છૂટા કરવામાં આવ્યા છે.

દરેક વિભાગના વડા, આરએમઓ તથા નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટને આવો બનાવ ફરીથી ન બને તે માટે તાકીદ કરી છે. બે સિક્યુરિટી ગાર્ડ અને વર્ગ-૪ના કર્મચારીને છુટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક નર્સિંગ સ્ટાફ સામે એડિશનલ ડાયરેક્ટર નર્સિંગને રિપોર્ટ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં નર્સ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. ફરજમાં બેદરકારીને લઈને કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો