મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોમોઝના પિઝા અને રજનીના ઢોંસા પહોચાડી દેશે હોસ્પિટલ! વિશ્વાસ ના હોય તો જુઓ PHOTOS

રાજ્યના રાજકોટમાં જાણીતી રેસ્ટોરેન્ટમાંથી અખાદ્ય ખોરાક ઝડપાયો છે.&nbsp

પોમોઝના પિઝા અને રજનીના ઢોંસા પહોચાડી દેશે હોસ્પિટલ! વિશ્વાસ ના હોય તો જુઓ PHOTOS

રાજ્યના રાજકોટમાં જાણીતી રેસ્ટોરેન્ટમાંથી અખાદ્ય ખોરાક ઝડપાયો છે.  આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના પ્રખ્યાત પોમોસ પિત્ઝામાંથી મોટી સંખ્યામાં અખાદ્ય ખોરાક ઝડપાયો હતો. વાસ મારતા મંચુરિયન, નુ઼ડલ્સ અને પાસ્તાનો મોટી સંખ્યામાં સંગ્રહ કરવામાં આવ્યો હતો.

અંદાજિત 14 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો

આરોગ્ય વિભાગના અધિકારીઓએ અંદાજિત 14 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો. સાથે સાથે પોમોસ પિત્ઝાને નોટીસ પણ ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે આ અખાદ્ય ખોરાક ખાવાથી લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી હોત.

VIDEO: અમદાવાદની કેડીલાએ 130 કામદારોને નોટીસ પાઠવ્યા વગર આપી દીધું પાણીચું

ભાજીનો 7 કિલોથી વધારે જથ્થાનો નાશ કરવામાં આવ્યો 

તો બીજી તરફ મવડી પાળ રોડના રજની ઢોસા પર પણ આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી. જેમાં ભાજીનો 7 કિલોથી વધારે જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો