VIDEO: અમદાવાદની કેડીલાએ 130 કામદારોને નોટીસ પાઠવ્યા વગર આપી દીધું પાણીચું
અમદાવાદની કંપનીએ વહેલી સવારે 130 કામદારોને છૂટા કરતા હોબાળો મચ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ધોળકા ત્રાસદ રોડ પર આવેલી કેડીલા કંપનીએ 130 કામદારોને નોટીસ પાઠવ્યા વગર છૂટા કર્યા હતા. વર્ષો જુના કામદારોએ આ મામલે કંપની સામે હોબાળો મચાવ્યો હતો.
કંપનીના ગેટ આગળ જ હડતાળ પર બેઠા
કામદારોએ હલ્લાબોલ કરીને કંપનીના ગેટ આગળ જ હડતાળ પર બેઠા હતા. કેડીલાએ કોઈપણ નોટીસ પાઠવ્યા વગર કામદારોને છૂટા કરતા કંપની પર પણ સવાલો ઉઠ્યા હતા. કંપની નવા કામદારો ની ભરતી કરી રહી છે તો જૂના કામદારોને શા માટે છુટા કરવામાં આવી રહ્યા છે તે પણ સળગતા સવાલો ઉઠી રહ્યા છે.

