મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર / રાજકોટ અગ્નિકાંડમાં CFO, ડેપ્યુટી CFO સહિત 3 આરોપીની ધરપકડ

Rajkot Gamezone Fire : 25 મે 2024નો દિવસ રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે ગુજારો દિવસ હતો. આ દ

મોટા સમાચાર / રાજકોટ અગ્નિકાંડમાં CFO, ડેપ્યુટી CFO સહિત 3 આરોપીની ધરપકડ

Rajkot Gamezone Fire : 25 મે 2024નો દિવસ રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે ગુજારો દિવસ હતો. આ દિવસે રાજકોટ TRP ગેમ ઝોન ખાતે સર્જાયેલા અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર મામલાની SIT દ્વારા તપાસ કરી 21 જૂને શુક્રવારે રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો અને SIT ના વડા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વચગાળાનો રિપોર્ટ છે અને હજુ તપાસ ચાલુ છે. 

CFO, ડેપ્યુટી CFO સહિત  3 આરોપીની ધરપકડ

અગ્નિકાંડની ઘટનામાં  રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર, સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસ બી. જે. ઠેબા તેમજ વેલ્ડીંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. 

આવતીકાલે આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને  સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવશે.

2023માં TRP ગેમઝોન ખાતે આગ લાગી હોવા છતાં ચીફ ફાયર ઓફિસર તેમજ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં ન આવતા  ધરપકડ  કરવામાં આવી છે. વેલ્ડીંગ સુપરવાઇઝર મહેશ રાઠોડ આગ લાગવા સમયે દાઝી ગયો હોવાનું પણ સામે આવ્યું હતું. જે તે સમયે મહેશ રાઠોડ દ્વારા તબીબી સારવાર પણ મેળવવામાં આવી હતી. બનાવ સંદર્ભે અગાઉ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું 

સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસ બી.જે. ઠેબા વિરુદ્ધ રાજકોટ એસીબી એકમ ખાતે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એસીબી દ્વારા તેની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા.  રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યો હતો. SITએ જેલમાંથી બી.જે. ઠેબાનો કબ્જો મેળવ્યો હતો. 

આ 3ની ધરપકડ બાદ આ ઘટનામાં ધરપકડનો આંકડો 15 પર પહોંચ્યો છે. 

SITએ રજૂ કર્યો હતો 100 પાનાનો રિપોર્ટ

રાજકોટ અગ્નિકાંડની તપાસમાં SITએ 100 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, તેમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગ, R&B અને લાયસન્સ વિભાગ સહિત 4 વિભાગની બેદરકારી સામે આવી છે.  SITના વડા સુભાષ ત્રિવેદીના જણાવ્યા મુજબ હજુ પણ કડક કાર્યવાહી થઈ શકે છે જે કોઈ સંડોવાયેલા હશે તેને છોડવામાં નહી આવે. પછી ભલે તે કોઈ ઉચ્ચ અધિકારી જ કેમ ના હોય.

તો બીજી તરફ આગામી 25 જૂને રાજકીય અગ્નિકાંડની માસિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે અને રાજકીયવાસીઓને સ્વંભૂ જોડાવવાની અપીલ કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો