રાજકોટ અગ્નિકાંડ: ગેમઝોનના પાર્ટનર કિરીટસિંહ જાડેજાના 8 દિવસના રિમાન્ડ મંજૂર
Rajkot TRP Gamezone fire: રાજકોટ અગ્નિકાંડના વધુ એક આરોપી કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજ

Rajkot TRP Gamezone fire: રાજકોટ અગ્નિકાંડના વધુ એક આરોપી કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કિરીટસિંહના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે, રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
ગેમઝોનના પાર્ટનર અને આરોપી એવા કિરીટસિંહ જાડેજાને ક્રાઈમબ્રાંચે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ બી.પી.ઠાકરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કિરીટસિંહના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
25 જેટલાં પીડિતોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવાયા
બીજી તરફ ડીએનએ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ અત્યાર સુધી 25 જેટલાં પીડિતોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. ડીએનએ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા તેની યાદી:
1. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (રાજકોટ)
2. સ્મિત મનીષભાઈ વાળા (રાજકોટ)
3. સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા(રાજકોટ)
4. જીગ્નેશ કાળુભાઈ ગઢવી (રાજકોટ)
5. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ભાવનગર)
6. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (રાજકોટ)
7. આશાબેન ચંદુભાઈ કાથડ (રાજકોટ)
8. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (જામનગર)
9. નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (જામનગર)
10. જયંત અનીલભાઈ ઘોરેચા (રાજકોટ)
11. હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર (રાજકોટ)
12. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ)
13. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (રાજકોટ)
14. દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા (સુરેન્દ્રનગર)
15. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (રાજકોટ)
16. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ગોંડલ)
17. નીરવભાઈ રસિકભાઈ વેકરીયા(રાજકોટ)
18. વિવેક અશોકભાઈ દુસારા (વેરાવળ)
19. ખુશાલી અશોકભાઈ મોડાસિયા(વેરાવળ)
20. ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા (રાજકોટ)
21. હરિતાબેન રતિલલભાઈ સાવલિયા (રાજકોટ)
22. તિશા અશોકભાઈ મોડાસિયા (રાજકોટ)
23. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (રાજકોટ)
24. મિતેષભાઈ બાબુભાઈ જાદવ (રાજકોટ)
25. પ્રકાશ કનૈયાલાલ જૈન (રાજકોટ)
રાજકોટ અગ્નિકાંડના મૃતકોના પરિજનોને મૃતદેહ સોંપાયા
ત્રણ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર
અગાઉ અગ્નિકાંડના ત્રણ આરોપીઓ નીતીન જૈન, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડને કોર્ટમ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલની ધારદાર રજૂઆતને ધ્યાનમાં લઈને કોર્ટે આ ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.








