મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ: એટલાન્ટિસ એપાર્ટમેન્ટ આગ મામલે મોટો ખુલાસો, પોલીસ વગદાર લોકો વિરુદ્ધ ગુનો નોંધશે ખરી?

રાજકોટ એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ મામલે મોટા સમાચાર સામે મળ્યા છે. એપાર્ટમેન્ટમાં ફાયર NOC 2015 બાદ

VIDEO: રાજકોટ: એટલાન્ટિસ એપાર્ટમેન્ટ આગ મામલે મોટો ખુલાસો, પોલીસ વગદાર લોકો વિરુદ્ધ ગુનો નોંધશે ખરી?

રાજકોટ એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ મામલે મોટા સમાચાર સામે મળ્યા છે. એપાર્ટમેન્ટમાં ફાયર NOC 2015 બાદ લેવામાં આવી નથી. જણાવી દઈએ કે TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપાએ શહેરભરમાં ચેકીંગ હાથ ધર્યું હોવાના દાવા કર્યા હતા તો  આ એપાર્ટમેન્ટ કેમ બાકી રહી ગયું ? જણાવી દઈએ કે, ફાયરના સાધનો નોન યૂઝ કંડીશનમાં હતા. એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં ફાયર સિસ્ટમ માત્ર શોભાના ગાઠિયા સમાન જોવા મળી હતી. શું હવે પોલીસ વગદાર લોકો વિરુદ્ધ ગુનો નોંધશે ખરી?

આગ લાગવાથી 3 લોકોના મોત નિપજ્યા હતા

એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી 3 લોકોના મોત નિપજ્યા હતા. જે અંતર્ગત એસીપી બી.જે. ચૌધરીની પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, આગના બનાવમાં FSLની પણ મદદ લેવામાં આવી છે. ફાયર NOC બાબતે ફ્લેટ ધારકો, હોદેદારો તેમજ મનપા પાસેથી વિગત મંગાવવામાં આવી છે, પરંતુ ઘટનાને 24 કલાક વીત્યા બાદ પણ હજુ સુધી NOC બાબતે પોલીસને મનપા અથવા ફ્લેટ ધારકો દ્વારા કોઈ રિપોર્ટ આપવામાં આવ્યો નથી. 

ફાયર એનઓસી જ નહોતી

જણાવી દઈએ કે, મૃતકો ફ્લેટમાં જુદી જુદી વસ્તુઓની ડિલિવરી માટે આવ્યા હતા. મૃતકો ઓર્ડર આપવા માટે ફ્લેટમાં ગયા હતા,3 મૃતદેહ છઠ્ઠા માળેથી મળી આવ્યા હતા. ફ્લેટમાં આગનો બનાવ સામે આવતા વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જેના કારણે મૃતકોએ લિફ્ટની જગ્યાએ સીડી પરથી નીચે ઉતરવાની ફરજ પડી હતી. મૃતકોના વિશેરા પણ મેળવવામાં આવશે. જો ફાયર NOC નહીં હોઈ તો જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. જણાવી દઈએ કે, આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

વર્ષ 2021 અને 2023 માં NOC બાબતે નોટિસ આપેલ હતી

ઇન્ચાર્જ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સવારે 10.17 વાગ્યે ફાયર બ્રિગેડને પહેલો કોલ આવ્યો હતો. બિલ્ડીંગમાં ગ્લાસ તોડીને સ્મોક બહાર કાઢવામાં આવ્યા હતા. વર્ષ 2013માં NOC ઇસ્યુ થયું હતું. એ પછી 2014માં રીન્યુ કરાયું હતું. એ પછી થી થયું નથી. બિલ્ડીંગમાં આવેલ ફાયરની રાઈઝર સિસ્ટમ કામ નહોતી કરતી. ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા વર્ષ 2021 અને 2023 માં NOC બાબતે નોટિસ આપેલ હતી. નોટીસ બાદ રેસિડેન્ટલ બિલ્ડીંગને સીલીંગ થઈ શકે પરંતુ કરેલ નથી. પોલીસને રિપોર્ટ આપવાની સત્તા મનપા કમિશનરને છે, કાલ રજાનો દિવસ હોવાથી ફાયર જવાનો ફિલ્ડમાં હોવાથી રિપોર્ટમાં લેટ થયું છે. 

આ સમાચાર શેર કરો