સુરતમાં વરસાદની તારાજી થઈ ડ્રોન કેમેરામાં કેદ, મહાસાગરની જેમ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી.. પાણી..
સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા અનુરાધાર વરસાદથી ખાડી પૂરની સ્થિતિ સર્જાય છે. નીચાણવાળા વિસ્તારોમા

સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા અનુરાધાર વરસાદથી ખાડી પૂરની સ્થિતિ સર્જાય છે. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે જાણે સુરત મહાસાગરમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. બીજી તરફ લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તા પાણીમા ગરકાવ
પૂરમાં ગરકાવ થયેલા સુરતના પર્વત પાટિયાથી ગોડાદરા સુધીના રોડના દ્રશ્યો બિહામણા સાબિત થઈ રહ્યા છે. રસ્તાની બંને તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કમર સુધીના પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર થઈ રહ્યા છે. માધવબાગ, કૃષિવિહાર, નંદનવન, વ્રજભૂમિ, શ્રી વર્ધન, સત્યમ શિવમ અને સુમન આવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા છે.
લોકો પાણીની કેદમા
કાપડના વેપારીથી લઈને જુદા જુદા વેપાર સાથે સંકળાયેલા લોકો આજે પોતાના વ્યવસાયે સ્થળે જઈ શક્યા નહોતા. આ વિસ્તારમાં લગભગ 5000 જેટલા ઘરના 15થી 20,000 લોકો પાણી વચ્ચે કેદ થયા છે. બાળકો ત્રણ દિવસથી શાળાએ પણ જઈ શક્યા નથી. ખાડી પૂરની સ્થિતિથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.








