વલસાડમાં વરસાદની પેટર્ન બદલાઈ, ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં મેઘરાજાની મહેરબાની થઈ વધુ
વલસાડ જિલ્લામાં ગ્રામ્ય કરતા શહેરી વિસ્તારના તાલુકાઓમાં વધુ વરસાદ નોંધાઇ રહ

વલસાડ જિલ્લામાં ગ્રામ્ય કરતા શહેરી વિસ્તારના તાલુકાઓમાં વધુ વરસાદ નોંધાઇ રહ્યો છે. સૌથી વધુ વરસાદનું પ્રમાણ રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકા સરેરાશ 100 ઇંચથી વધુ વરસાદ થાય છે.પરંતું આશ્ચર્યજનક રીતે કપરાડા તાલુકામાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.હવે કપરાડા કરતાં વલસાડ બાદ ઉમરગામ તાલુકો આગળ નિકળી ગયો છે. કપરાડામાં હાલ સુધી 1174 મિમિ વરસાદ પડ્યો છે પરંતું તેનાથી વધીને ઉમરગામમાં 1473 મિમિ થઇ ચૂક્યો છે.
વનરાજી ખીલી ઉઠી
વલસાડ જિલ્લાના અંતરિયાળ ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં વહેંચાયેલો કપરાડા તાલુકો ચોમાસાની ઋતુ ખુબ ખિલે છે.મુશળધાર વરસાદના પગલે આ તાલુકામાં ડુંગરો જંગલો ઘટાદાર લીલા વૃક્ષોથી છવાઇ જાય છે.મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશના જંગલો સાથે જોડાયેલી હદ ધરાવતાં કપરાડામાં ભારે વરસાદ વર્ષોથી વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓ કરતાં વધુ પડતો હોય છે પરંતું આ વર્ષે પેટર્ન બદલાઇ છે.
ધોધમાર વરસાદ
છેલ્લા એક સપ્તાહમાં કપરાડા કરતાં પહેલા વલસાડ તાલુકો આગળ નિકળી ગયા બાદ હવે ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ પડતાં કપરાડા તાલુકો પાછળ પડી ગયો છે.21 જૂલાઇ સાંજે 4 સુધીમાં ઉમરગામમાં મોસમનો કુલ વરસાદ સૌથી વધુ 1473 મિમિ ખાબકી ચૂક્યો છે,જ્યારે તેની સરખામણીમાં રાજ્યના ચેરાપૂંજી ગણાતા કપરાડામાં હજી 1174 મિમિ વરસાદ જ થયો છે.બીજી તરફ શનિવારથી વલસાડ જિલ્લામાં સર્વત્ર ભારે વરસાદથી તાલુકાઓમાં ઠેર ઠેર પાણીના દૃશ્યો સર્જાયા હતાં.








