રાધનપુર/ 5 આરોપીઓને આજીવન કેદ, પાંચ વર્ષ અગાઉ લગ્ન પ્રસંગમાં થઈ હતી યુવકની હત્યા
પાટણ જિલ્લાના રાધનપુરમાં થયેલી પાંચ વર્ષ અગાઉ હત્યા કેસમાં સેશન કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભ

પાટણ જિલ્લાના રાધનપુરમાં થયેલી પાંચ વર્ષ અગાઉ હત્યા કેસમાં સેશન કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. હત્યા કેસના 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 5 વર્ષ અગાઉ લગ્ન પ્રસંગ દરમ્યાન યુવકની હત્યા કરાઈ હતી. રાધનપુરના દહેગામના આહીર માલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી.
આજીવન સજા પામનાર આરોપીઓ
1 આહીર દેવાયતભાઈ ભલાભાઈ
2 આહીર બાબુભાઇ રાયમલભાઈ
3 આહીર દિનેશભાઇ રાયમલભાઈ
4 આહીર તેજાભાઈ ભલાભાઈ
5 આહીર અરજનભાઇ તેજાભાઈ
આ ઘટનામાં કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે એક આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુક્યો હતો. તો બીજી તરફ અન્ય 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે મૃતકના પરિવારને પાંચ લાખની સહાય ચૂકવવાનો આદેશ કર્યો હતો.
પાંચ વર્ષ પહેલા આ પાંચેય શખ્સોએ તિક્ષ્ણ હથિયાર લઈને દહેગામ આવ્યા હતા અને તેમના (મૃતકના) ઘરમાં ઘૂસીને તેમના પર તૂટી પડ્યા હતા. આહીર માલાભાઈને લોહીલુહાણ હાલતમાં તરછોડીને ફરાર થઈ ગયા હતા. ગંભીર હાલતમાં આહીર માલાભાઈને હોસ્પિટલમાં સારવાર અર્થે પરિવારજનો લઈ ગયા હતા, ત્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યા હતા.








