Valsad News: ફરવાના જાહેર સ્થળો સ્નાન અને સેલ્ફી સહિતના ફોટો લેવાની મનાઈ, ક્લેક્ટરનું જાહેરનામું
હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો ફરવા માટે જઈ

હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો ફરવા માટે જઈ રહ્યાં છે. વલસાડ જિલ્લામાં જોખમી સ્થળોએ થતા અકસ્માતો રોકવા જિલ્લા મેજિસ્ટ્રેટે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ જાહેર કરેલા આદેશ મુજબ જિલ્લાના તમામ નદી-નાળા, નહેરો, ચેકડેમ, ધોધ અને દરિયા કિનારે ન્હાવા જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કાયદેસરની કાર્યવાહી થશે
આ સ્થળોએ કપડાં ધોવા, માછલી પકડવા કે ફોટો-સેલ્ફી લેવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. દરિયામાં ભરતીના સમયે પ્રવેશ કરવો કે જોખમી રીતે ઊભા રહેવા પર પણ પ્રતિબંધ છે. પાણી ભરાયેલા કોઝવે પરથી પગપાળા કે વાહન દ્વારા પસાર થવું પણ મનાઈ છે.આ નિયમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અકસ્માતો અટકાવવા નિર્ણય
કાયદો-વ્યવસ્થા જાળવવા અને આપત્તિ વ્યવસ્થાપન માટે નિયુક્ત કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયું છે અને 13 ઓક્ટોબર 2025 સુધી અમલમાં રહેશે. આ નિર્ણય ચોમાસા દરમિયાન નદી-નાળા, કોઝવે, જળાશયો અને ધોધમાં વધુ પાણીના વહેણને કારણે થતા અકસ્માતો અટકાવવા માટે લેવામાં આવ્યો છે.






