મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Valsad રેલવે સ્ટેશને ટ્રેનના પાટા બન્યા બોક્સિંગ રિંગ, યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી

વલસાડ રેલવે સ્ટેશન પર દાદરથી ભુજ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કેટલાક યુવકો વચ્

વલસાડ રેલવે સ્ટેશન પર દાદરથી ભુજ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કેટલાક યુવકો વચ્ચે તંગદિલીની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રેનના જનરલ કોચમાં કોઈ બાબતને લઇને યુવકો વચ્ચે શરૂઆતમાં વાકયુદ્ધ થયું હતું, જે બાદમાં બાબત બબાલ સુધી પહોંચી હતી. જ્યારે ટ્રેન વલસાડ સ્ટેશન પર થોભી, ત્યારે સંબંધિત યુવકો નીચે ઉતરી આવ્યા અને રેલવેના પાટા પર જ ઘમાસાન મારામારી કરી. આ અચાનક થયેલી ઘટનાથી સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી અને અન્ય મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.મારામારી બાદ ટ્રેન આગળ વધતી જતાં કેટલાક યુવકો દોડીને ચાલતી ટ્રેનમાં ફરીથી ચડીને નીકળી ગયા. સમગ્ર ઘટનાના દ્રશ્યો સ્ટેશન પર હાજર લોકોએ મોબાઈલમાં કેદ કરી સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યા છે.હાલ રેલવે પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આ યુવકોની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો