મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોરબંદર : જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો વિરોધ, અનોખી અંતિમયાત્રા કઢાઈ

Porbandar News : જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવાના સરકારન

પોરબંદર : જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો વિરોધ, અનોખી અંતિમયાત્રા કઢાઈ

Porbandar News : જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવાના સરકારના પ્રોજેકટના વિરોધમાં આજે પોરબંદરની સામાજિક સંસ્થાઓ તથા વિવિધ સમજો દ્વારા આ પ્રોજેકટની અનોખી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અને વિરોધ કરવામાં આવ્યો હતો. 

પ્રોજેકટની અનોખી અંતિમયાત્રા કાઢવામાં આવી

રાજય સરકાર દ્વારા જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી પાઇપલાઇન મારફતે પોરબંદર દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો વિરોધ પોરબંદરવાસીઓ કરી રહ્યા છે. આજે પોરબંદર શહેરમાં ‘સેવ પોરબંદર સી’ સહિતની સામાજિક સંસ્થાઓ તથા વિવિધ સમજો અને જાગૃત નાગરિકો દ્વારા  આ પ્રોજેક્ટના વિરોધમાં આજે બાઈકરેલી યોજી આ પ્રોજેકટની અનોખી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

પ્રદુષિત પાણીને કારણે દરિયામાં માછલી સહિતના જળચરો મરી જશે

પોરબંદરમાં મોટી સંખ્યામાં માછીમાર સમાજ વસવાટ કરે છે. માછીમારો દરિયામાં માછીમારી કરીને પોતાનું  ગુજરાન ચલાવી રહ્યા છે. જો જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવશે તો માછીમારોને મોટી નુકસાની થશે. પ્રદુષિત પાણીને કારણે દરિયામાં માછલી સહિતના જળચરો મરી જશે. માછીમારોને ડીપ સીમાં માછીમારી કરવા જવું પડશે. સારી ક્વોલિટીની માછલીઓ મળવી મુશ્કેલ બનશે. આ બધી સમસ્યાને કારણે પોરબંદરનો માછીમાર સમાજ પણ આ પ્રોજેકટનો વિરોધ કરી રહ્યા છે.

પોરબંદરવાસીઓ ચામડીના રોગોથી પીડાશે

આ પ્રોજેકટના વિરોધમાં પોરબંદર શહેરના ડોક્ટરો, ઇજનેરો, વકીલો સહિતના મહાનુભાવો જોડાયા હતા.  આ પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવામાં આવશે તો પોરબંદરવાસીઓ ચામડીના રોગોથી પીડાશે અને લોકો ને અનેક બીમારીઓનો સામનો કરવો પડશે એવી ભીતિ ડોક્ટરોએ વ્યક્ત કરી છે. 

યુવાનો, વૃદ્ધોની સાથે નાના બાળકો પણ આ પ્રોજેક્ટના વિરોધમાં જોડાયા હતા. આજે યોજાયેલા અંતિમયાત્રાના આ કાર્યક્રમમાં પોરબંદરવાસીઓ સ્વયંભૂ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ પ્રોજેકટ રદ્દ કરવા માંગ કરી હતી.

આ સમાચાર શેર કરો