મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં હોટલની આડમાં ચાલતો દેહ વ્યાપારનો ધંધો, ડમી ગ્રાહકે આ રીતે ફોડ્યો ભાંડો

સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસની ભીંસ વધી છે. જેથી દેહ વ્યાપારનો ધંધો હવે હોટલમાં ચાલ

સુરતમાં હોટલની આડમાં ચાલતો દેહ વ્યાપારનો ધંધો, ડમી ગ્રાહકે આ રીતે ફોડ્યો ભાંડો

સુરતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસની ભીંસ વધી છે. જેથી દેહ વ્યાપારનો ધંધો હવે હોટલમાં ચાલતો હોવાનું સામે આવી રહ્યું છે. કાપોદ્રા વિસ્તારમાં સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝામાં સાથી રૂમ હોટલની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિને પકડી પાડી છે. જેમાં ગ્રાહક અને સંચાલકને ઝડપી લઈને મહિલાને મુક્ત કરાવવામાં આવી છે. 

હોટલમાં ગોરખ ધંધા

કાપોદ્રા સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝા સાથે રૂમ નામની હોટલમાં બહારથી એજન્ટ મારફતે ગ્રાહકને હોટલ પર મોકલાતા હતાં. અહિં હોટલ સંચાલક સાથે મળી ભારતીય મહિલા મોકલવામાં આવતી હતી. તે મહિલા પાસેથી ગ્રાહકો રૂપિયા આપીને શરીરસુખ માણતા હતાં. સાથે જ તે પ્રકારની વ્યવસ્થા અને સવલતો પૂરી પાડવામાં આવતી હતી. ઓયો હોટલની આડમાં મહિલા પાસેથી દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવવામાં આવતો હતો. જે બાતમી મળતાં પોલીસ દ્વારા રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

એજન્ટ વોન્ટેડ

પોલીસે ડમી ગ્રાહક મોકલીને હોટલની રૂમમાં રેડ કરી હતી. જેમાં સંચાલક કાલુરામ બસ્તીરામ સરગરા તથા ગ્રાહક જીગ્નેશ કનુ સાંગાણીને ઝડપી લેવામાં આવ્યો હતો. સાથે જ યૌન શોષણનો ભોગ બનેલી મહિલાને મુક્ત કરાવવામાં આવી હતી.જ્યારે દેહ વ્યાપાર કરાવતા એજન્ટ દેવા અને મોન્ટીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.

આ સમાચાર શેર કરો