સુરતથી દુષ્કર્મની સજા પામેલો કેદી 4 વર્ષે ઝડપાયો, ફેરોલ પર ફરાર થઈ ચલાવતો પાનની દુકાન
સુરતમાં દુષ્કર્મના ગુનાઓ વધી રહ્યાં છે. ત્યારે તંત્ર ગુનેગારોને આકરી સજા પણ અપાવે છે. ત્યારે દુષ્કર્મના ગુના

સુરતમાં દુષ્કર્મના ગુનાઓ વધી રહ્યાં છે. ત્યારે તંત્ર ગુનેગારોને આકરી સજા પણ અપાવે છે. ત્યારે દુષ્કર્મના ગુનામાં ચાર વર્ષથી ફરાર કેદીને ઝડપી લેવામાં આવ્યો છે. કેદીને મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાંથી પકડ્યો છે. આ કેદી ખટોદરા પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની સજા પામ્યો હતો. દુષ્કર્મ ગુનામાં સજા પામેલો કેદી પેરોલ પર ફરાર થયો અને પાનની દુકાન ચલાવતો મળી આવ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં બહેનના રોકડ-દાગીના પર ભાઈએ કર્યો હાથ ફેરો, તસ્કર મોજશોખ માટે કરતો ચોરી
4 વર્ષથી હતો ફરાર
કેદી કરમવીર ઉર્ફે સોનુ રાકેશસિંહ રાજપુત જેને 2017માં ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોક્સો એક્ટ અને અન્ય ગુનાઓમાં સુરત કોર્ટ દ્વારા સજા આપવામાં આવી હતી. આ કેદી લાજપોર મધ્યસ્થ જેલમાં હતો, પરંતુ તેને પેરોલ પર રજા આપવામાં આવી હતી. પેરોલનો અનધિકૃત ઉપયોગ કરીને આ કેદી ચાર વર્ષથી નાસી ગયો હતો.
ઈન્દોરથી ઝડપાયો
પોલીસને બાતમી મળતાં, માધ્યમ એપ્લિકેશન વડે ઈન્દોરના કિશનગંજ વિસ્તારમાં શોધી કાઢી તેને પાન ગલ્લા પર કામ કરતા જોઈને પકડી પાડવામાં આવ્યો હતો. આ આરોપી પાન ગલ્લો ચલાવતો હતો અને પોતાની ઓળખને છુપાવવા માટે મકાનમાં રહેતો હતો. કેદીનું મૂળ ગામ ફતેપુર, ઉત્તરપ્રદેશ છે, પરંતુ તાકીદે પોલીસને મળી આવતાં ક્રાઇમ બ્રાંચે તેને પકડી લીધો અને હવે તે ફરીથી જેલમાં પહોંચાડવામાં આવશે.








