સુરતમાં બહેનના રોકડ-દાગીના પર ભાઈએ કર્યો હાથ ફેરો, તસ્કર મોજશોખ માટે કરતો ચોરી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોતાના રહેણાક મકાનમાંથી બહેનના ઘરેણા તથા રોકડા રૂપિયાની ચોરી કરી હતી. આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી ભાઈ મોજ શોખ માટે ચોરી-છેતરપિંડી કરવા અગાઉથી જ ટેવાયેલો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ સુરતમાં પોલીસ સ્ટેશનમાં પરણ્યા વર-વધુ, જમવાનું ઘટતાં લગ્ન મંડપમાંથી નાસી ગઈ હતી જાન
બહેનના દાગીના ચોર્યા
ગત પહેલી જાન્યુઆરી 2025ના રોજ રાત્રિના સમયે કાપોદ્રા ખાતે આવેલી સમ્રાટ સોસાયટીની બાજુમાં અશોકવાટીકા સોસાયટી મકાન નંબર 281માં લોક ખોલી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં પડેલી લોખંડની તિજોરીમાંથી તિજોરીનો લોક તોડી તેમાં મૂકેલા રોકડા રૂપિયા 10હજાર તથા સોનાનો બ્રેસ્લેટ જેનું વજન આશરે દોઢ તોલો જેની કિંમત 1.20 લાખ મળી 1.30 લાખની મત્તાની ચોરી કરી નાસી ગયો હતો.
ઘરમાંથી અગાઉ કાઢી મૂક્યો હતો
પોલીસે ફરિયાદના આધારે તપાસ કરીને ફરિયાદીના દીકરા શુભમ માંગુકિયાએ ચોરી તથા છેતરપિંડીના ગુનાઓમાં પકડાયા હોવાથી ઘરે આવતા તેની વર્તૂણક શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે શુભમ માંગુકિયાને ઝડપી લીધા હતાં. તેની પાસેથી મુદ્દામાલ રીક્વર કરવામાં આવ્યાં હતાં. પકડાયેલો આરોપી શુભમ માંગુકિયા બેકાર જીવન જીવતો મોજશોખ કરવા માટે અવારનવાર ઘરમાંથી નાની-નાની ચોરીઓ કરતો હતો. માતાપિતાએ અગાઉ પણ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો.

