મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે , GEN-Z સાથે સંવાદ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે , GEN-Z સાથે સંવાદ કરશે
આ સમાચાર સાંભળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વડોદરા અને નવસારીમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં PM મોદી હાજરી આપશે. વડોદરામાં તેઓ ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં GEN-Z સાથે સંવાદ કરશે, જ્યારે નવસારીમાં જિલ્લા ભાજપના નવનિર્મિત ‘નમો કમલમ્’ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

બપોરે 4.30 વાગ્યે તેઓ નવસારીથી સુરત પહોંચશે

તેઓ આજે વડોદરા અને ત્યારબાદ નવસારીની મુલાકાત લેશે. બપોરે 11-45 વાગ્યે પીએમ મોદી વડોદરા પહોંચશે.અને 2.45 વાગ્યે વડોદરાથી નવસારી જવા રવાના થશે..બપોરે 4.30 વાગ્યે તેઓ નવસારીથી સુરત પહોંચશે. સુરતથી ગુજરાતનો પ્રવાસ પૂર્ણ કરી પીએમ મોદી મુંબઈ પહોંચશે. પીએમ મોદીની મુલાકાતને જોતા વડોદરા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વડોદરાની MS યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. વડોદરામાં જ નમો-4-વિકસિત ભારત કાર્યક્રમ યોજાયો છે.. વડોદરાની MS યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમની તૈયારી ખાસ GEN-Zને ધ્યાનમાં રાખીને કરવામાં આવી.

વડોદરામાં પીએમ મોદી જેન-ઝીને આકર્ષવા માટે કોન્સર્ટ સ્ટાઇલમાં સંવાદ કરશે. કાર્યક્રમમાં 6,000 લોકો હાજરી આપશે, જેનું બુકીંગ ફૂલ થઈ ગયું છે. વડાપ્રધાનના સ્ટેજ સાથે ખાસ 'Y' આકારનો રેમ્પ બનાવાયો છે, જ્યાં આસપાસ યુવાનોને બેસાડાશે. રોકસ્ટારની સ્ટાઇલમાં મોદી રેમ્પ પર ચાલતા-ચાલતા જેન-ઝી વિદ્યાર્થી અને પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરી અભિવાદન ઝીલશે. ખાસ સ્ટેજ ઉપરાંત કાર્યક્રમને ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યાધુનિક બનાવવા માટે વિશેષ આયોજન કરાયું છે. આ સમગ્ર કાર્યક્રમનું પ્રોડક્શન અને લાઇવ કવરેજ 4K કેમેરાથી કરાશે, જેથી લોકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિઝ્યુઅલ અનુભવ મળી શકે. ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે, કોઈ સરકારી કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અપનાવવામાં આવી હોય. આ નવતર પ્રયોગ અને ડિજિટલ પહેલને કારણે કાર્યક્રમ સ્થળે નાગરિકોનો પ્રવેશ વધુ સરળ અને સુવ્યવસ્થિત બનશે.

આ સમાચાર શેર કરો