મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતીઓને દારૂ પીવાનું પડશે મોઘું,સિવિલ હોસ્પિટલમાં પરમિટ અને રિન્યુના ભાવમાં અધધ કરાયો વધારો

ગુજરાતમાં દારૂ બંધી છે. તેમ છતાં મેડિકલ કારણોસર પરમીટ ઈશ્યુ કરવામાં આવે છે. ત્યારે રાજ

સુરતીઓને દારૂ પીવાનું પડશે મોઘું,સિવિલ હોસ્પિટલમાં પરમિટ અને રિન્યુના ભાવમાં અધધ કરાયો વધારો

ગુજરાતમાં દારૂ બંધી છે. તેમ છતાં મેડિકલ કારણોસર પરમીટ ઈશ્યુ કરવામાં આવે છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ બાદ સૌથી વધુ પરમિટ સુરતીઓ પાસે છે. ત્યારે હવે સુરતીઓ માટે હવે પરમિટનો દારુ પીવાનું મોંઘુ પડશે. સિવિલ હોસ્પિટલમાં નવા અને રિન્યૂ કરાવવાના પરમિટના ભાવ લાગુ પણ કરી દેવાયા છે. નવી પરમિટના ભાવમાં 15,000 નો વધારો કરાયો છે. જ્યારે પરમીટ રીન્યુ કરવામાં પણ 15,000નો વધારો કરવામાં આવ્યો છે.

સંકલનની બેઠકમાં નિર્ણય

લિકરની પરમિટના ભાવમાં ગત મહિને મળેલી સંકલનની બેઠકમાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ નવી લિકર પરમિટના જે 10000 હતા તેમાં નવો ભાવ 25000 અને પરમિટ રિન્યૂ કરવાનો જૂનો ભાવ 5000 હતો જેમાં સીધો વધારો કરીને 20000 કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં લિકર પરમિટના પરવાનો મેળવવામાં તોતિંગ વધારો ભારે પડશે. ભાવ વધારાની આ રકમ નવી સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં જમા કરવામાં આવતી હોય છે.

પરમીટ ધારકોની સંખ્યામાં વધારો

નાર્કોટિક્સ વિરોધી દળની માહિતી મુજબ નિયમ 64 હેઠળ આરોગ્ય પરમિટ ધારકોની કુલ સંખ્યા એટલે કે સ્વાસ્થ્ય કારણસર દારૂ પીવા માટેની પરવાનગી જાન્યુઆરી 2021 વર્ષમાં 31510 લોકો પાસે હતી. જે જાન્યુઆરી 2022માં વધીને 38970 થઇ હતી. જાન્યુઆરી 2023માં આરોગ્ય પરમિટધારકની સંખ્યા 41953 પર પહોંચી હતી. હવે જાન્યુઆરી 2024 વર્ષમાં આ આંકડો 44002 પર પહોંચ્યો છે. 

આ સમાચાર શેર કરો