મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha: પ્રાંતિજ BJP શહેર પ્રમુખ યુવતીને લઈને ફરાર, રાજકારણ ગરમાયું

prantij BJP city president absconds over girl, politics heats up | સાબરકાંઠાના રાજકારણમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં પ્રાંતિજના ભાજપના શહેર પ્રમુખ કુશ

Sabarkantha: પ્રાંતિજ BJP શહેર પ્રમુખ યુવતીને લઈને ફરાર, રાજકારણ ગરમાયું

સાબરકાંઠાના રાજકારણમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં પ્રાંતિજના ભાજપના શહેર પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટ એક યુવતીને લઈને ફરાર થઈ જતાં મામલો ગરમાયો છે. એક જવાબદાર પદ પર બેઠેલા નેતા આ રીતે યુવતીને ભગાડી જતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

યુવતીના પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા 

આ બનાવની જાણ થતાં જ યુવતીના પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, કુશવ બ્રહ્મભટ્ટ નામનો આ યુવક યુવતીને ભગાડી જતાં યુવતીના પરિવારે પ્રાંતિજ પોલીસ મથકે રજૂઆત કરી હતી.  પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓને તેમની દીકરીને પરત લાવવા માટે આજીજી કરી હતી. આ ઘટનાને કારણે સ્થાનિક પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

ભાજપ નેતા વિવાદમાં

ભાજપના શહેર પ્રમુખ જેવા મહત્ત્વના હોદ્દા પર રહેલા નેતા આ રીતે યુવતીને ભગાડી જતાં તેઓ વિવાદમાં ઘેરાયા છે. આ કિસ્સાએ માત્ર પ્રાંતિજ જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લાનું રાજકારણ ગરમાવી દીધું છે. પોલીસે પરિવારજનોની રજૂઆત નોંધીને ફરાર થયેલા ભાજપના નેતા અને યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. આ મામલો પક્ષમાં પણ ઊંડી અસર પહોંચાડી શકે છે.

આ સમાચાર શેર કરો