Gir Somnathમાં મોડેલ યુવતીએ ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર વિરોધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
Gir Somnath News: ગીર સોમનાથના તાલાલા પોલીસ સ્ટેશનમાં યુવતી બગસરા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર વિરોધ દ

Gir Somnath News: ગીર સોમનાથના તાલાલા પોલીસ સ્ટેશનમાં યુવતી બગસરા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર વિરોધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. તાલાલાના બોરવાવ ગામે કોલ્ડ્રીંક્સ પીવડાવ્યા બાદ યુવતી બેહોશ થઈ હતી અને તેમના પર પ્રદીપ ભાખરે દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફોટો અને વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. ઘટનાને પગલે પોલીસે યુવતીની અરજી લીધી હતી.
બગસરા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સામે યુવતીએ લગાવ્યા ગંભીર આરોપ
પીડિતાનું કહેવુ છે કે, હું મોડેલિંગનું કામ કરું છું. મારા પતિ સાથે તાલાલાના બોરવાવ ગામે ધ ગીર પેલેસ રિસોર્ટમાં મારા પતિ સાથે હું આવી હતી. આ સમયે બગસરા ભાજપ નેતા પ્રદીપ ભાખરને અમારા આવવાની જાણ થઈ હતી. તે એડવર્ટાઇઝ માટે મારા પતિને કોલ કરી બોરવાવ તેના ડ્રાઇવર સાથે આવ્યા હતા. અમે રાત્રે જોડે જમ્યા અને ગાર્ડનમાં પણ બેઠા હતા. મારા પતિને તેના મિત્રનો ફોન આવ્યો અને મારા પતિ ત્યાંથી જતા રહ્યા હતા.
પ્રદીપ ભાખર મારા રૂમમાં કામના બહાને અંદર આવી અને મને કોલ્ડ ડ્રિંક પીવડાવ્યું અને હું બેહોશ થઈ ગઈ. જ્યારે આંખ ખુલી ત્યારે મારા શરીર પર એક પણ કપડું ન હતું. તેને મેં પૂછ્યું તો કહ્યું કે આવું એડવેટાઇઝમેન્ટમાં ચાલ્યા કરે. આમ કરી તેણે મારી સાથે દુષ્કર્મ કર્યું અને ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી. મારા પર NDPSની ફરિયાદ થઈ હતી અને બે મહિના જેલમાં વિતાવ્યા. મારી માંગ છે કે પ્રદીપ ભાખરને સજા મળે.





