મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અસના સાયક્લોન અને ભારે વરસાદ બાદ કચ્છમાં 294 ગામમાં વીજ પુરવઠો બંધ, 150 જેટલા ઉદ્યોગોને અસર

કચ્છમાં ચક્રવાત અને ડીપ ડિપ્રેશનની અસર તળે હજુ પણ 294 ગામ વીજ પુરવઠા વિનાના છે.

અસના સાયક્લોન અને ભારે વરસાદ બાદ કચ્છમાં 294 ગામમાં વીજ પુરવઠો બંધ, 150 જેટલા ઉદ્યોગોને અસર

કચ્છમાં ચક્રવાત અને ડીપ ડિપ્રેશનની અસર તળે હજુ પણ 294 ગામ વીજ પુરવઠા વિનાના છે. મુન્દ્રામાં 66 કેવીનું સબ સ્ટેશન પાણીમાં ગરકાવ થતા 150 જેટલા ઉદ્યોગોને પણ અસર થઈ છે. 

મુન્દ્રામાં બે દિવસથી 66 કેવીનું સબ સ્ટેશન પાણીમાં ગરકાવ થતા ભુજ PGVCL સર્કલના 742 ગામો પૈકી 294 ગામોમાં હજુ પણ વીજપુરવઠો બંધ છે. 629 જેટલા થાંભલાઓ પડી ગયા છે અને 10 જેટલા ટ્રાન્સફોર્મર પણ પડી ગયા છે. 

ભુજ PGVCLની કચેરીની 84 ટીમો, 10 ટીમો ઉત્તર ગુજરાતની, 10 ટીમો ભાવનગરથી, 10 ટીમો સુરેન્દ્રનગરથી મળીને અન્ય કુલ 41 ટીમો બહારની મળીને વીજપુરવઠો પૂર્વવત કરવા કામ કરી રહી છે.

વરસાદે આ સિઝનમાં ગુજરાતના કચ્છ ઝોનને ધમરોળ્યું, કુલ 177 ટકા વરસાદ ખાબકી ગયો

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને વાવાઝોડાની અસરના પગલે કચ્છમાં ચાલુ સપ્તાહે ભારેથી અતિભારે વરસાદ પડયો હતો. કચ્છ ઝોનનો  સિઝનનો કુલ સરેરાશ વરસાદ 177 ટકા વરસ્યો હતો. જેમાં છેલ્લા પાંચ દિવસમાં સરેરાશ 88 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાનો વિક્રમી વરસાદ માંડવીમાં ૬૪ ઈંચ સાથે 305 ટકા અને મુંદરા, અબડાસા અને નખત્રાણામાં 225થી 230 ટકા વરસાદ નોંધાયો છે. 

જિલ્લામાં 25મી જુનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો. બે માસના ગાળામાં સરેરાશ 89 ટકા વરસાદ વરસ્યો હતો. ડીપ ડીપ્રેશનની અસર તળે ૨૫મી ઓગષ્ટથી મેઘરાજાએ રૌદ્ર રૂપ બતાવવાનું શરૂ કર્યું હતું. બે માસના ગાળામાં જેટલો વરસાદ વરસ્યો હતો તેટલો છેલ્લા પાંચ દિવસ દરમિયાન 88 ટકા વરસાદ ખાબક્યો હતો. શ્રાવણના અંતિમ દિવસોમાં સાર્વત્રિક વરસાદથી નાની અને મધ્યમ સિંચાઈના ડેમો, તળાવો, ચેકડેમો સહિતના જળાશયોમાં નવા નીરની આવકથી ઓવરફલો થઈ ગયા હતા. 

આ સમાચાર શેર કરો