સુરત સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણીનું મતદાન, ભાજપ સામે ભાજપના જ ઉમેદવારથી જંગ બન્યો રસપ્રદ
દક્ષિણ ગુજરાતમાં મોટી સંહકારી સંસ્થા ગણાતી સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સુમુલ ડેરીમાં ફરી ચૂંટણી

દક્ષિણ ગુજરાતમાં મોટી સંહકારી સંસ્થા ગણાતી સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સુમુલ ડેરીમાં ફરી ચૂંટણી આવી છે. સુમુલ ડેરીની બારડોલી બેઠક પર પેટા ચૂંટણી માટે આજે મતદાન શરૃ થયું છે. પૂર્વે બારડોલી બેઠક પર ખરવાંસાના અજિત પટેલ ડિરેક્ટર હતા. પરંતુ અજિત પટેલનો બીભત્સ વિડિઓ વાયરલ થતા પક્ષએ રાજીનામુ મુકવી દીધું હતું. જેથી બારડોલી બેઠક ઘણા લાંબા સમયથી ખાલી પડી હતી. હવે આ બેઠક માટે ચૂંટણી જાહેર થતાં ભાજપ સામે જ ભાજપ ચૂંટણી લડી રહ્યું છે.
ચૂંટણી રસપ્રદ બની
ભાજપે જીતેન્દ્ર પટેલ ઉર્ફે જીતુ બામણીને ઉમેદવાર બનાવ્યા છે. જે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે. સામે પક્ષએ મેન્ડેટ પ્રથા સામે બારડોલી તાલુકા પંચાયતના જ ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ પક્ષ સામે બાંયો ચડાવી ઉમેદવારી કરી છે. પક્ષ દ્વારા ભાજપમાંથી બિપિન ચૌધરીને સસ્પેન્ડ પણ કર્યા છે. ચૂંટણીમાં કુલ 57 મતદારો મતદાન કરનાર છે. જેનું આવતીકાલના રોજ મતગણતરી હાથ ધરાશે. સુરત જિલ્લા ભાજપમા જ આંતરિક અસંતોષ વધતા હવે સહકારીમાં રાજકારણ પ્રવેશતા ચૂંટણી રસપ્રદ બની છે.
ભાજપ આગેવાનોનો જમાવડો
સહકારી માળખા પ્રમાણે સંસ્થાઓ ચાલતી હતી. જોકે ઘણા સમયથી ભાજપ દ્વારા રાજકારણને ઓપ અપાયો છે. અનેક સંસ્થાઓમાં ભાજપ પક્ષ દ્વારા દખલગીરી કરતાં ખેડૂત સભાસદોમાં નારાજગી જોવા મળી રહી છે. આજે પણ સુરત જિલ્લા સહકારી સંઘ મતદાન મથકે ભાજપના અનેક આગેવાનો જમાવડો કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું. મતદારો સિવાયના તમામ ભાજપ આગેવાનોને ગેટ બહાર મોકલી દેવાની ફરજ પાડી હતી.








