સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હાર્દિક પટેલ સહિત પાટીદાર યુવાનો સામેના ગંભીર કેસ સરકારે પરત ખેંચ્યા
રાજ્યમાં 10 વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. તે સમયે ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપા

રાજ્યમાં 10 વર્ષ પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. તે સમયે ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ હતી. હાઈકમાન્ડ સુધી આ આંદોલનના પડઘા પડ્યા હતા. આ આંદોલનમાં સરકાર અને પાટીદાર નેતાઓ વચ્ચે થયું હતું. તે સમયે રાજ્ય સરકારે સંખ્યાબંધ પાટીદાર નેતાઓ સામે રાજદ્રોહ સહિતના કેસો નોંધાયા હતા.
રાજદ્રોહ સહિતના કેસ આજે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા
હાર્દિક પટેલે સોશિયલ મીડિયા X પર લખ્યું કે, 'ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાઓ પર લાગેલા ગંભીર રાજદ્રોહ સહિતના કેસ આજે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે. હું સમાજની તરફથી ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરૂ છું'.
વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે, 'પાટીદાર આંદોલનથી ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે આયોગ-નિગમ બનાવવામાં આવ્યું, 1000 કરોડના યુવા સ્વાવલંબનની યોજના લાગુ થઈ અને દેશમાં આર્થિક આધારે સ્વર્ણોને 10% આરક્ષણનો લાભ મળ્યો છે.
આંદોલન રાજ્યના ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરોમાં ધીમે ધીમે ફેલાયું
આ આંદોલન રાજ્યના ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરોમાં ધીમે ધીમે ફેલાયું હતું. સરકારનું સિંહાસન પણ હચમચી ગયું હતું. સતત 4 વર્ષ સુધી ચાલેલા આ આંદોલનના કારણે 15 જેટલા પાટીદાર યુવાનોના મોત નીપજ્યા હતા. એટલું જ નહીં આંદોલનથી થયેલી હિંસામાં અનેક સરકારી સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું.
પાટીદાર આંદોલનના નેતા દિનેશ બાંભણીયાની ટ્વિટથી રાજ્યનું રાજકારણ ગરમાયું
ત્યારે આ વચ્ચે પાટીદાર આંદોલનના નેતા દિનેશ બાંભણીયાની ટ્વિટથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. બાંભણિયાએ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલનના મુખ્ય કેસો રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા છે.








