મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડની હોટલમાં ગર્લફ્રેન્ડને મળવા રોકાયેલા MPના બે નબીરાને આ કારણે થયો પોલીસનો ભેટો, અને..

આજના યુવાનોમાં વટ પાડવો એક ફેશન બની ગઈ છે. જોકે સમાજમાં અલગ તરી આવવા માટે ક્

વલસાડની હોટલમાં ગર્લફ્રેન્ડને મળવા રોકાયેલા MPના બે નબીરાને આ કારણે થયો પોલીસનો ભેટો, અને..

આજના યુવાનોમાં વટ પાડવો એક ફેશન બની ગઈ છે. જોકે સમાજમાં અલગ તરી આવવા માટે ક્યારેક આજના યુવાનો ગુનો પણ કરી બેસતા હોય છે. આવો જ કિસ્સો વલસાડ જિલ્લામાં બહાર આવ્યો છે. વલસાડ ગ્રામ્ય પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરના બે યુવાનોની ધરપકડ કરી છે. આ યુવાનો પાસે ઘાતક હથિયારો મળી આવ્યા છે. જોકે આ ઘાતક હથિયારો માત્ર વટ પાડવા માટે ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે. 

આ હથિયાર મળ્યા

વલસાડ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે પરની એક હોટલમાં બે યુવાનો પાસે ઘાતક પિસ્તોલ જેવા હથિયાર છે. જેથી પોલીસનો કાફલો આ હોટલ પર પહોંચી ગયો હતો અને બંને ઈસમોને તપાસ કરતા યુવાનો પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવંત કારતૂસ  મળી આવ્યા હતા .પોલીસે કરેલી પ્રાથમિક  તપાસમાં બહાર આવ્યું કે, આ બંને મધ્યપ્રદેશના ઇન્દોરના વતની છે .પોલીસે ગેરકાયદેસર આર્મ્સ  એક્ટ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.

વટ મારવા ફરતા

વલસાડ ગ્રામ્ય પોલીસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પરની હોટલ પર છાપો મારીને આ બંને યુવાનની ધરપકડ કરી છે..દેશી બનાવટી પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ સાથે ઝડપાયેલા આરોપીની ઓળખ કરી તો 1)નિતેશ અંબારામ કટારીયા અને 2) ગૌરીશંકર ડોંગરે નામના યુવકો  ઇન્દોર ના રહેવાસી છે. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, બંને આરોપી ઇન્દોરથી દમણ ફરવા આવ્યા હતા. દમણમાં મોજશોખ કર્યા બાદ આ બંને આરોપીની એક ગર્લફ્રેન્ડ પણ વલસાડ આવી હતી. ગર્લફ્રેન્ડને મળવા આરોપી વલસાડની આ હોટલમાં મળવા આવ્યા હતા. આ બંને પાસેથી મળેલા આ ઘાતક હથિયારોનો ઉપયોગ તેઓ ક્યાં કરવાના હતા. તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું છે કે મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા આ બંને યુવાનો વટ પાડવા માટે આવા ઘાતક હથિયારો ખરીદ્યા હતા.પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, નિતેશ નામના આરોપી પર મધ્યપ્રદેશમાં ગુનો દાખલ થયેલો છે.

5 દિવસના રિમાન્ડ

વલસાડ ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓના કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ પણ આપ્યા છે.આ યુવાનો હથિયાર ક્યાંથી લાવ્યા અને આ ઘાતક હથિયારનો શું ઉપયોગ કરવાના ફિરાકમાં હતા ? તમામ પ્રશ્નોના જવાબ મેળવવા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે આ મામલે મધ્યપ્રદેશ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. આમ વલસાડ ગ્રામ્ય પોલીસના તપાસ બાદ આ બંનેનો વધુ ગુનાહિત ઇતિહાસ બહાર આવે તેવું મનાઈ રહ્યું છે. જોકે હાલ તો બંને યુવાનો માત્ર વટ પાડવા અને જાહેરમાં વજન પાડવા આવા ઘાતક હથિયારો ખરીદ્યા તેવું જણાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો