મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગીર સોમનાથ : સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર ગેંગ ઝડપાઇ, 5 મહિલા સહિત 9ની ધરપકડ

Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લામાં લોકોના ગળામાંથી સોનાના ચેઇન અને ઘરેણાંની ચીલઝડપ કરતી એક ગેંગને ઝડપી પાડી છે, જે

ગીર સોમનાથ : સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર ગેંગ ઝડપાઇ, 5 મહિલા સહિત 9ની ધરપકડ

Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લામાં લોકોના ગળામાંથી સોનાના ચેઇન અને ઘરેણાંની ચીલઝડપ કરતી એક ગેંગને ઝડપી પાડી છે, જેમાં પોલીસે 1 મહિલા સહિત 9 આરોપીઓની ધરપકડ કરી  છે. આ ગેંગના સભ્યો વિવિધ વિસ્તારોમાં રીક્ષા લઈને જતી અને પોતાના ચોરીના કામને અંજામ આપતા હતા. 

વેરાવળમાં થઇ હતી સોનાના ચેઇનની ચીલઝડપ 

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં થોડા દિવસો પહેલા શાકમાર્કેટ પાસેથી એક મહીલાના ગળામાંથી નજર ચુકવી રીક્ષાચાલક ગેંગ સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાસી ગઈ હતી જેની પોલીસ  ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદના આધારે ગીર સોમનાથ જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં  અને સીસીટીવી કેમેરાના માધ્યમથી શોધખોળ શરુ કરી હતી. 

આ પણ વાંચો : વલસાડમાં દાતરડાના ઘા મારી પુત્રએ સાવકી માતાનું કાંસળ કાઢી નાખ્યું

મુખ્ય સૂત્રધાર મહિલા અને ગેંગમાં તેના પરિવારના સભ્યો 

ગીર સોમનાથ જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગેંગ પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગની મુખ્ય સૂત્રધાર પ્રભાબેન નામની મહિલા છે જે રાજકોટની  રહેવાસી છે અને તેની સાથે 9 લોકો ગુનામાં ભાગીદાર બનતા હતા, જે તમામ તેના પરિવારના સભ્યો હતા. 

આ રીતે કરતા હતા સોનાના ચેઇન અને ઘરેણાંની ચીલઝડપ

આ ગેંગ પર્યટન  સ્થળ કે ભરચક વિસ્તારમાં રીક્ષા લઇને અને સોનાનો ચેઇન કે ઘરેણાં પહેરેલી મહિલાને વચ્ચે બેસાડી વાતોમાં વ્યસ્ત કરી ચેઇનની ચીલઝડપ કરી નાસી જતા હતા. તેમના વિરુદ્ધ અનેક ગુન્હાઓ નોંધાયા છે. પોલીસે આ ગેંગના મુખ્ય સૂત્રધાર મહિલા સહિત 9 આરોપીઓ, 3 રીક્ષા અને 3 લાખના મુદ્દામાલ સાથે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

આ સમાચાર શેર કરો