ગોંડલના રાજકુમાર જાટ કેસમાં પોલીસને મોટી સફળતા, બસની અડફેટે મોત થયું હોવાનો ખુલાસો
ગોંડલના રાજકુમાર જાટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજકુમાર જાટનું બસની અડફેટે આવી જતા મોત થયું હો

ગોંડલના રાજકુમાર જાટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજકુમાર જાટનું બસની અડફેટે આવી જતા મોત થયું હોવાનો ખુલાસો થયો છે. DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં આ ઘટનાને લઇને મોટો ખુલાસો કર્યો હતો.
રાજકુમાર જાટનું બસ અડફેટે આવી જતા થયું મોત
ગોંડલના રાજકુમાર જાટ કેસને લઇને DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજી હતી. રાજકુમાર જાટના રહસ્યમયી મોત બાદ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે 150થી વધુ CCTV કેમેરાની પોલીસે તપાસ્યા હતા. ડમ્પર ચાલકની તપાસમાં 2.33 વાગ્યે લાશ પડી હોવાની જોઇ હતી. મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસ પસાર થઇ હતી. ડ્રાઇવર માલિકને જાણ કરી નહોતી અને માત્ર ક્લિનરને જાણ કરી હતી.12થી વધુ મોટા અને 30થી વધુ નાના વાહનો પસાર થતા CCTVમાં દેખાયા હતા. 6 તારીખે રૂરલ પોલીસે ગુમ થયાની જાણ કરવામાં આવી હતી જેનો શહેર પોલીસે રિપ્લાય પણ આપ્યો હતો. મૃતક રાજકુમાર જાટના વકીલે ઇજાના નિશાન અંગે પોલીસે કહ્યું, હાઇવે પર અકસ્માત થાય તો વધુ ઇજાના નિશાન થઇ શકે.
બસ ડ્રાઇવર અને ક્લીનરની અટકાયત
જૂનાગઢથી અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ દ્વારા રાજકુમાર જાટનો અકસ્માત સર્જીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં રાજકુમાર જાટનું મોત થયું હતું.એક અઠવાડિયા બાદ આ ઘટનામાં પોલીસને સફળતા મળી છે. ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઇવર અને ક્લીનરની અટકાયત કરવામાં આવી છે અને બસને પણ કબ્જામાં લેવામાં આવી છે.
શું હતી ઘટના?
રાજકોટ જિલ્લાના ગોંડલમાં યુવક રાજકુમાર જાટના મોતની ઘટનાના રાજસ્થાનમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. રાજકુમારની મોત શંકાસ્પદ રીતે થઈ હોવાના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા હતા. આ મામલે રાજસ્થાનમાં પરિવારજનો અને જાટ સમાજના લોકોએ CBI તપાસની માંગ કરી હતી. રાજસ્થાનના સૂરજગઢના ધારાસભ્ય શ્રાવણ કુમારે રાજસ્થાનના CMને આ મામલે પત્ર લખ્યો હતો તેમજ સાંસદ હનુમાન બેનિવાલ પણ CBI તપાસની માંગ કરી હતી.આ ઘટનામાં પરિવારજનો દ્વારા રાજકુમાર જાટના મોત પાછળ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો હાથ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.જોકે, પોલીસ તપાસમાં અકસ્માતમાં રાજકુમારનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.








