ધારાસભ્ય ગજેન્દ્રસિંહને બચાવવા પોલીસે મહિલાને આરોપી બનાવી, પુરાવા છતાંય ફરિયાદ ન નોંધી
દુષ્કર્મના કેસના આરોપી અને પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને બચાવવા માટે ગાંધીનગર પોલી

દુષ્કર્મના કેસના આરોપી અને પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને બચાવવા માટે ગાંધીનગર પોલીસે તમામ નિયમો નેવે મુકી દીધા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે.
વાસણા ચૌધરી ગામમાં ગજેન્દ્રસિંહ પરમાર હાથમાં લાગ્યો હોવા છતાંય, પોલીસ આવી નહોતી અને તેની કારનો પીછો કરતા સમયે ફરિયાદી મહિલાને કારને અકસ્માત થયો હતો ત્યારે આ મામલે પોલીસે મહિલા પર હુમલો કર્યાની ફરિયાદ નોંધવાને બદલે ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં રાજકીય દબાણ રાખીને ગજેન્દ્રસિંહના ડ્રાઇવરની ફરિયાદ નોંધી હતી જેમાં તેની સાથે કારમાં ગજેન્દ્રસિંહ ન હોવાનો ઉલ્લેખ કરીને આરોપીને છાવરવાનો પ્રયાસ કરાયો છે.
શું છે ઘટના?
દુષ્કર્મના ફરાર આરોપી ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ગાંધીનગર જિલ્લાના વાસણા ચૌધરી ગામમાં આવેલા એક ફાર્મ હાઉસમાં હોવાની જાણ ફરિયાદી મહિલાને થઇ હતી. જેથી તે ફાર્મ હાઉસ પર પહોંચી હતી. જ્યાં ગજેન્દ્રસિંહ હોવાની ખાતરી થતા તેણે ૧૭ જેટલા કોલ પોલીસ કંટ્રોલરૂમમાં કર્યા હતા. પરંતુ, બે કલાકથી વધારે સમય પસાર થવા છતાંય, પોલીસ ન આવતા મહિલાએ જાતે ફાર્મ હાઉસમાં જઇને ગજેન્દ્રસિંહને ઝડપી લીધો હતો. આ સમયે તેણે મહિલાને માર મારી ગળુ દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને ગજેન્દ્રસિંહના ડ્રાઇવર સંજય ઝાલાએ મહિલાને માથામાં લાકડી મારી હતી. આ દરમિયાન મહિલા સાથે આવેલા એક વ્યક્તિએ તેને બચાવવા જતા તેને પણ માર માર્યો હતો.
બાદમાં ગજેન્દ્રસિંહ પરમાર ક્રેટા કારમાં ત્યાંથી નાસી ગયો હતો. જેથી મહિલાએ કારમાં તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન હાઇવે પર બમ્પ આપતા ક્રેટા કાર ધીમી પડી હતી ત્યારે મહિલાની કાર ક્રેટા સાથે અથડાઇ હતી. ત્યારબાદ અન્ય વાહન આવી જતા તે કાર લઇને ત્યાંથી નાસી ગયો હતો
બીજી તરફ પિડીત મહિલા દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ગજેન્દ્રસિંહ વિરૂદ્ધ ફરિયાદ કરવા માટે પહોંચી ત્યારે ત્યાં હાજર ડીવાયએસપી અને પીએસઆઇ પરમારે ફાર્મ હાઉસ પર પંચનામું અને તપાસ કર્યા બાદ ફરિયાદ લેવાનું કહ્યું હતું પરંતુ દહેગામ પોલીસે મહિલાની ફરિયાદ ન નોંધી પણ સંજયની બીજી ફરિયાદ દહેગામ પોલીસ મથકે નોંધી હતી.







