મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે જ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ, એસિડ એટેકની આપતો હતો ધમકી

સુરતમાં ગતરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બળાત્કારીઓને ગુજરાતમાં કડકમાં સજા મળતી હોવાની વ

સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે જ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ, એસિડ એટેકની આપતો હતો ધમકી

સુરતમાં ગતરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બળાત્કારીઓને ગુજરાતમાં કડકમાં સજા મળતી હોવાની વાત કરી હતી. ત્યારે એ જ દિવસે ઉધના પોલીસના વહીવટદારે બેંકમાં નોકરી કરતી ડિંડોલીની યુવતી પર લગ્ન કરવા માટે દબાણ ઉભું કરી એસિડ એટેક કરવાની ધમકી આપી રેપ કરતા યુવતીએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે. ઉધના પોલીસના હે.કો. રણજીતસિંહ મોરી સામે પોલીસે રેપનો ગુનો દાખલ કરતા તે ફરાર થયો છે.

રાણીની જેમ રાખવા લાલચ આપેલી

ડિંડોલીમાં 29 વર્ષીય યુવતી તેના ભાણેજ અને માતા સાથે રહે છે. યુવતી જે બેંકમાં નોકરી કરે છે તે બેંકમાં પોલીસકર્મીનું બેંક ખાતુ હતું. પોલીસકર્મીએ બેંકમાં આવી પોતે ડિસ્ટાફમાં ફરજ બજાવતો હોવાનું અને પીઆઈ સાહેબનો વહીવટદાર(કેશિયર) હોવાનું કહેતો હતો. મોંઘા મોબાઇલ રાખી વટ મારતો હતો. પોલીસકર્મીએ યુવતીને કહ્યું કે હું મહિને 4-5 લાખ કમાવું છું, તને રાણીની જેમ રાખીશ તને સારા વિસ્તારમાં ફ્લેટ લઈ આપીશ તારે નોકરી કરવાની જરૂર નથી. છતાં યુવતીએ તેને ના પાડી દીધી હતી. આથી પોલીસકર્મીએ તેને કહ્યું કે તારા શું હાલ કરૂ છું. જોઈ લે, પછી તે દિવસે સાંજે તેનું ઍક્સિડન્ટ થયું હતું. પછી પોલીસકર્મીએ ખિસ્સામાંથી સિંદુર અને મંગળસૂત્ર બતાવી કહ્યું કે આજે આપણે લગ્ન કરવાના છે એમ કહી રિક્ષામાં ન બેસતા યુવતીના કપડાં પર પોલીસકર્મીએ સિંદુર નાખી દીધું હતું.

એસિડ એટેકની ધમકી આપી

યુવતી કારમાં જતી હતી ત્યારે પોલીસકર્મીએ તેની કારનો કાચ તોડી માર મારી જબરજસ્તી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. તે વખતે યુવતીને આરોપીએ એસિડ મોઢા પર નાખી દેવાની ધમકી આપી હતી. આથી તેણે પોલીસકર્મીનો નંબર બ્લોક કરી દીધો હતો. મે-24માં યુવતી ઘરે એકલી હતી ત્યારે પોલીસકર્મીએ તેના પર રેપ કર્યો હતો અને પછી તેનો કઢંગી વીડિયો મોબાઇલમાં ઉતારી વાઇરલ કરવા ધમકી આપી હતી.

આ સમાચાર શેર કરો