સુરતમાં પોલીસે યોજ્યુ સ્પેશિયલ કોમ્બિંગ, ઘર-વાહનોમાથી મળ્યા ઘાતક હથિયાર
સુરત પોલીસ દ્વારા કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ઝોન-2 વિસ્તારમાં આવેલા અલગ

સુરત પોલીસ દ્વારા કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ઝોન-2 વિસ્તારમાં આવેલા અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન આવેલી અરજીઓને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્પેશિયલ કોમ્બિંગ યોજીને સામેવાળાના 132 ઘરમાં જઈને તપાસ કરી હતી.
પોલીસની તપાસ
સુરતના લિંબાયત, ગોડાદરા, ડીંડોલી, સલાબતપુરા, ઉધના સહિતના ઝોન ટુ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં ધાક ધમકી સહિતના ગુનાઓમાં કરવામાં આવેલી અરજી અને કોલના આધારે સામેવાળા તથા મારા મારી કરી શકે તેવા શકમંદ ઈસમોના ઘરે જઈ પોલીસ દ્વારા સર્ચ કરવા અંગે કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તડીપાર પણ મળ્યા
ડીસીપી ગઢવીએ કહ્યું કે, આ અલગ પ્રકારનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસને મહદંશે સફળતા મળી હતી. ઘાતક હથિયારો મળી આવ્યા હતા. બાર અન્ય કેસ કરવામાં આવ્યા છે. તડીપારનો એક કેસ કરાયો છે. તડીપાર સહિતના સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા હતાં.








