મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ મહિલાઓ માટે ભારતનું સૌથી સેફ શહેર, 14 હજારથી વધુ CCTV લગાવવામાં આવ્યા: શહેર પોલીસ કમિશનર

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શહે

અમદાવાદ મહિલાઓ માટે ભારતનું સૌથી સેફ શહેર, 14 હજારથી વધુ CCTV લગાવવામાં આવ્યા: શહેર પોલીસ કમિશનર

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ક્રાઇમ રેટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં PIની ઉપરની રેન્કના તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં સાયબર ક્રાઇમ, ડ્રગ્સ અને દારુ જુગાર અટકાવવા અંગે પણ ચર્ચા થઇ હતી.

અમદાવાદમાં 14 હજારથી વધુ CCTV લગાવવામાં આવ્યા

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે કહ્યું કે, અમદાવાદમાં પ્રજાના સહયોગથી CCTV લગાવવામાં આવી રહ્યાં છે અને ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે. પોલીસના સહયોગથી 14 હજારથી વધુ ખાનગી CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે જે કેમેરાનું મોનીટરિંગ લોકલ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં કરવાનું આયોજન છે.

ગુનેગારોને પોલીસનો ડર રહે તેવી સૂચના આપવામાં આવી- અમદાવાદ પોલીસ કમિશનર

આ સાથે જ અમદાવાદના પોલીસ કમિશનરે કહ્યું કે, અમદાવાદ મહિલાઓ માટે ભારતનું સૌથી સેફ શહેર છે. ગુનેગારોને પોલીસનો ડર રહે તે માટે પોલીસને સૂચના આપવામાં આવી છે.

પોલીસકર્મીઓએ દર 2 વર્ષે મેડિકલ રિપોર્ટ કરાવવો જોઇએ

પોલીસકર્મીના હાર્ટએટેકથી મોત મામલે પણ પોલીસ કમિશનરે નિવેદન આપ્યું હતું. પોલીસ કમિશનરે કહ્યું કે 40થી વધુ ઉંમરના પોલીસ કર્મીને દર 2 વર્ષે મેડિકલ રિપોર્ટ કરાવવાના છે. પોલીસ પરેડ વખતે પોલીસ કર્મીઓએ ચા-નાસ્તો કરીને આવવું જોઇએ. 50 ટકાથી વધુ પોલીસકર્મી ભૂખ્યા પેટે પરેડમાં આવતા હોવાનું ધ્યાને આવ્યું છે. 

અમદાવાદમાં અકસ્માતમાં મોતનો આંકડો ઘટ્યો

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અંગે પણ પોલીસ કમિનશરે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. અમદાવાદના પોલીસ કમિશરે કહ્યું કે, અમદાવાદમાં પહેલા કરતા અકસ્માતમાં મોતનો આંકડો ઘટ્યો છે. 2023-24માં અકસ્માતમાં જેટલા મોત થયા તેના કરતાં આ વર્ષે આંકડામાં ઘણો મોટો ઘટાડો થયો છે. રોડ પરના અનેક કટ બંધ કરીને અકસ્માત ઘટાડવા પ્રયાસ કરાયો છે. હેલ્મેટ પહેરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. ક્રાઇમ ઘટાડવાની સાથે ટ્રાફિક સરળ કરવા પોલીસ સતત કામ કરી રહી છે.

આ સમાચાર શેર કરો