ANAND : ખંભોળજમાં સગીરા પર બળાત્કારનો પ્રયાસ કરનાર બે યુવકો અને મદદ કરનાર સગીરાની અટકાયત
Anand News : આણંદનાં ખંભોળજમાં સગીરા પર બળાત્કારના પ્રયાસમાં બે યુવકો અને તેની મદદગારી

Anand News : આણંદનાં ખંભોળજમાં સગીરા પર બળાત્કારના પ્રયાસમાં બે યુવકો અને તેની મદદગારી સામેલ સગીરાની અટકાયત કરવામાં આવી છે.
સગીરાને પાણીમાં કેફી દ્રવ્ય પીવડાવી બળાત્કારનો પ્રયાસ કર્યો
આણંદના ખંભોળજ પોલીસ મથકના હદ વિસ્તારમાં પણ દુષ્કર્મના પ્રયાસની ઘટના ઘટી હતી. નવરાત્રીના ચોથા નોરતે ખંભોળજ પોલીસ મથકના હદ વિસ્તારની એક સગીરા પોતાના ઘરે હતી તે દરમિયાન રાત્રીના સમયે સગીરાની બહેનપણી તેના ઘરે આવી અને પીડિતાને લઈને તે પોતાના ઘર પાસે આવેલ સરકારી પ્રાથમિક શાળાના કેમ્પસમાં લઈ ગઈ હતી.
આ સમગ્ર ઘટનામાં પોતાની બહેનપણીના કાવતરાથી અજાણ સગીરા ત્યાં પોહચી ત્યારે તેણીની બહેનપણીનો સગો ભાઈ સંજય અને તેનો ફઈનો દીકરો મુકેશ આવી પોહચ્યા અને સગીરાને પાણી આપવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ આયોજીત કાવતરું રચી નશીલુ પ્રદાર્થ પહેલેથી જ ઉમેરેલું હતું. સગીરા એ પાણી સમજી એ જ નશીલા પ્રવાહીનું સેવન કરી લેતા થોડી જ વારમા નશો થવા લાગ્યો જેનો ફાયદો ઉઠાવી સંજય નામનો આરોપી સગીરાને શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો.
સગીરાએ બુમાબુમ કરતા આરોપીઓ નાસી ગયા
સગીરાને નશાની હાલતમાં પણ એટલું તો ભાન હતું જ કે મારા શરીર પર કોઈ અડપલા કરી રહ્યું છે. સગીરાએ બુમો પાડતા ગભરાઈ ગયેલ આરોપીઓ સગીરાને મૂકીને ફરાર થઇ ગયા હતા. આજુબાજુમાં રહેતા નાગરિકો દોડી આવ્યા હતા અને સગીરાના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારને જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા.
બે મુખ્ય આરોપીઓ અને સગીરાની અટકાયત
સગીરાને સારવાર અર્થે સારસાના સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી જ્યાંથી તેને વડોદરાની SSG હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરિવારે ખંભોળજ પોલીસને ફરિયાદ આપતા પોલીસે હરકતમાં આવી બંને યુવકો પૈકી મુખ્ય સૂત્રધાર સંજય અને મુકેશ ઉપરાંત મદદગારી કરનાર એક સગીર યુવતીની અટકાયત કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસે પકડાયેલ બંને નરાધમ આરોપીઓના અટકાયતી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે








