મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડ : પારડીના બાલદામાં કિશોરના હત્યારા મિત્રની અટકાયત, હત્યાનું કારણ જાણી ચોંકી ઉઠશો

Police arrest teenager who killed teenager in Balda Pardi | Valsad News : વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદામાં એક અવાવરું બિલ્ડીંગમાંથી શંકાસ્પદ હાલતમાં એક

વલસાડ : પારડીના બાલદામાં કિશોરના હત્યારા મિત્રની અટકાયત,  હત્યાનું કારણ જાણી ચોંકી ઉઠશો

Valsad News : વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદામાં એક અવાવરું બિલ્ડીંગમાંથી શંકાસ્પદ હાલતમાં એક કિશોરના મળેલા મૃતદેહના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. વલસાડ જિલ્લા પોલીસે આ મામલામાં એક કિશોરની અટકાયત કરી છે, જેણે આ કિશોરની હત્યા કરી હતી. મૃતક કિશોર અને હત્યારો કિશોર બંને મિત્રો હતા. હત્યાનું જે કારણ બહાર આવ્યું તે જાણી ખુદ પોલીસ પણ ચોંકી  ગઈ હતી શું  હતી 

બે દિવસથી ગુમ કિશોરનો 29 તારીખે મળ્યો મૃતદેહ 

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામમાં છેવાડે નિર્માણાધીન અવાવરું બિલ્ડીંગના લિફ્ટના ખાડામાંથી ગત 29મી તારીખે એક કિશોરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક કિશોર બે દિવસથી ગુમ હતો, આથી પરિવારજનોએ  તેની શોધખોળ કરી હતી. આખરે મૃતકના પિતા અને કાકાએ બનાવ વાળી જગ્યાએ તપાસતા આ લિફ્ટના ખાડામાં ઈંટો નીચે દબાયેલી હાલતમાં મૃતક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.

ઘટનાને  ગંભીરતા લઈ વલસાડ જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલા અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકના પરિવારજનો પડોશીઓ અને તેના મિત્રોની પૂછપરછ કરી હતી અને ગણતરીના સમયમાં જ પોલીસ હત્યારા સુધી પહોંચવામાં સફળ થઇ છે. 

મૃતક કિશોરના મિત્રએ કરી હત્યા

પોલીસે આ હત્યારા કિશોરના મિત્ર કિશોરની અટકાયત કરી છે. પોલીસે તેની સમજણપૂર્વક પૂછપરછ શરૂ કરતા ગૂનાનો ભેદ ઉકેલાયો છે. હત્યા કરનાર કિશોરના હાથથી મૃતક કિશોરના મોબાઇલની સ્ક્રીન તૂટી ગઈ હતી, આથી મૃતક અવારનવાર તૂટેલી સ્ક્રીનને રીપેરીંગ કરવા માટે મિત્ર પાસેથી રૂપિયાની માંગ કરતો હતો, જે નહીં આપતા મૃતક કિહસોર મિત્રના  ઘરે જઈ તેની મમ્મીને જાણ કરતા તેના મમ્મીએ હત્યા કરનાર કિશોરને માર માર્યો હતો. 

કિશોરને ચોથા માળેથી ફેંક્યો, ઈંટો નીચે મૃતદેહ છુપાવ્યો 

બનાવના દિવસે મોબાઈલની સ્ક્રીનના પૈસા આપવા અને રીપેરીંગ કરવાના બહાને  મિત્ર મૃતકને આ અવાવરું બિલ્ડીંગ પર લઈ આવ્યો હતો. ત્યારબાદ  મૃતકને ચોથા માળેથી ધક્કો મારીને બિલ્ડીંગના લિફ્ટના ખાડામાં ફેંક્યો હતો. ત્યારબાદ નીચે આવીને તેના પર ઈંટોના ઘા કરી અને તેને મૃતદેહને ઈંટો નીચે દબાવ્યો હતો અને ઉપર ઝાડી ઝાંખરા  નાખી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આખરે  પોલીસે હત્યા કરનાર બાળકિશોરની અટકાયત કરી આ  મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મોબાઈલના મામલે બે કિશોરો વચ્ચે થયેલી દુશ્મનાવટ અને હત્યાની આ ઘટના અત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ સમાચાર શેર કરો