મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં હવે CMOનો નકલી અધિકારી ઝડપાયો, 20 વર્ષથી મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિકારી હોવાનું જુઠ્ઠાણું ફેલાવ્યું

ગુજરાતમાં નકલી સરકારી કચેરી, નકલી વકીલ, નકલી ટોલનાકું, નકલી પોલીસ, નકલી આર્મી, નકલી શિક્ષક, નકલી

ગુજરાતમાં હવે CMOનો નકલી અધિકારી ઝડપાયો, 20 વર્ષથી મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિકારી હોવાનું જુઠ્ઠાણું ફેલાવ્યું

ગુજરાતમાં નકલી સરકારી કચેરી, નકલી વકીલ, નકલી ટોલનાકું, નકલી પોલીસ, નકલી આર્મી, નકલી શિક્ષક, નકલી ડોક્ટર, નકલી PMO અધિકારી આ બધું પકડાયા બાદ પ્રશ્ન થાય કે હવે ગુજરાતમાં નકલી શું જોવાનું બાકી રહ્યું? તો હવે ગુજરાતમાં CMOનો નકલી અધિકારી ઝડપાયો છે. CMOનો આ નકલી અધિકારી 20 વર્ષથી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતો હોવાનું જુઠ્ઠાણું ફેલાવી લોકો સાથે ઠગાઈ કરતો હતો. 

નવસારીના નાયબ કલેક્ટર સાથેની વાતચીતમાં પકડાઈ ગયો

CMOનો નકલી અધિકારી નિતેશ ચૌધરી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામનો વતની છે. નિતેશ ચૌધરીએ  પોતે CMOના  અધિકારીની ઓળખ આપીને નવસારીના નાયબ કલેક્ટર દેવાંગ ઠાકોર સાથે  23-10-2024થી 02-01-2025 સુધી ટેલિફોનિક વાતચીત કરી હતી અને જુદા જુદા કામો આપ્યા હતા અથવા કામોની પ્રગતિની માહિતી માંગી હતી. જો કે નવસારીના નાયબ કલેક્ટર દેવાંગ ઠાકોરે તપાસ કરતા મુખ્યમંત્રી કાર્યાલયમાં આવો કોઈ અધિકારી ન હોવાનું સામે આવ્યું હતું. આથી તેમણે CMOના નકલી અધિકારી નિતેશ ચૌધરી વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે  નિતેશ ચૌધરીની ધરપકડ કરી છે. 

મુખ્યમંત્રી સાથેની મુલાકાતો મેનેજ કરવાનું કામ કરું છું : નિતેશ ચૌધરી

02-01-2025 ના રોજ નવસારીના નાયબ કલેક્ટર દેવાંગ ઠાકોરે આરોપીને ટેલિફોનીક વાતચીત કરીને તેની સેવા વિષયક બાબતોની જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.  જેમાં તે પકડાઈ ગયો હતો.. વાતચીતમાં નિતેશ ચૌધરીએ જણાવ્યું હતું કે તેની મુખ્ય કામગીરી મુખ્યમંત્રીની મુલાકાતો મેનેજ કરવાનું છે. તેને પૂછવામાં આવ્યું હતું કે શું મુખ્યમંત્રીની મુલાકાત લેવી હોય તો આપનો સંપર્ક કરવો? તે સવાલના જવાબમાં નિતેશ ચૌધરીએ કહ્યું હતું કે તેના  સિવાય પણ અન્ય લોકોનો સંપર્ક કરી શકાય.

20 વર્ષથી મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિકારી હોવાનું જુઠ્ઠાણું ફેલાવ્યું

ત્યારબાદ તેનું મૂળ મહેકમ માહિતી ખાતું છે કે કેમ તે બાબતે પૂછતાં નિતેશે જણાવ્યું હતું, “હું MA Mass Communication and Journalism અભ્યાસ કર્યા બાદ ગુજરાત જાહેર સેવા આયોગની પરિક્ષા પાસ કરી સીધો મુખ્યમંત્રી કાર્યાલયમાં જ નિયુક્ત થયો હતો અને મને આશરે 20 વર્ષ થઈ ગયા છે અને હું મારા પ્રમોશનની રાહ જોઈ રહ્યો છું. હું સાહેબનો ખુબ વિશ્વાસુ રહ્યો છું વર્ષોથી એટલે પ્રમોશન આવ્યા બાદ દિલ્લી તરફ જવાની ગણત્રી છે. 

આ સમાચાર શેર કરો