સાવરકુંડલામાં હીરાના વેપારીના અપહરણ મામલે પોલીસે કરી 4ની ધરપકડ
સાવરકુંડલા શહેરમાં પટેલ વાડી પાસે એક યુવાનનું ચાર શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેના સીસીટીવી ફૂટે

સાવરકુંડલા શહેરમાં પટેલ વાડી પાસે એક યુવાનનું ચાર શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેના સીસીટીવી ફૂટેજ સાથે તેમના ભાઈએ સાવરકુંડલામાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ ચારે આરોપીઓને દબોચી લીધા હતા.
ત્રણેક દિવસ પહેલા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના શિવાજીનગરમાં આવેલ પટેલ જ્ઞાતિની વાડીની બહાર હીરાના કારખાનેદાર 35 વર્ષીય ભરત વશરામભાઈ નામના યુવકનું અપરણ થયું હતું. આ ઘટનાને લઈને ભરતભાઈના ભાઈ વિપુલભાઈ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે મારા ભાઈનું ચાર શખ્સોએ અપહરણ કર્યું છે મારા ભાઈ બાઈક લઈને જઈ રહ્યા હતા તે સમય દરમિયાન પાછળથી કારમાં આવી ચાર શખ્સોએ બળજબરી કરી હતી તેમને કારમાં બેસાડી અજાણા સ્થળે લઈ ગયા હતા.
ફરિયાદને આધારે સાવરકુંડલા પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ શરૂ કરી. ટેકનિકલ સોર્સના આધારે એલસીબીએ અપહરણકારોનું પગેરું દબાવ્યું અને બે શખ્સોની ગોંડલ નજીકથી તથા બે શખ્સોને જેતપુર નજીકથી ઝડપી લઈ ભરતભાઈને સહી સલામત છોડાવ્યા હતા. આ ચારે આરોપી હાલમાં સાવરકુંડલા શહેર પોલીસના હવાલે કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : રાજકોટ: ઘી અને પનીરના નામે વેચાય છે ઝેર, આરોગ્ય વિભાગ આરોપીઓને લઈ જશે કોર્ટમાં
પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતીનો મામલો હોવાનું સામે આવ્યું છે. આરોપી પિયુષ સાવલિયા અને જેનું અપહરણ કરાયું તે આરોપી પિયુષ અને ભરત પાઘડાલ બંને હીરાનો વ્યવસાય ભાગીદારીમાં કરતા હતા અને કરોડો રૂપિયાની ખોટ જતા ભરતભાઈ પાઘડાળ પાસે લેવાના થતા પૈસા વસૂલ કરવા માટે ટોળકી બનાવી અને અપહરણ કરવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછ માં જાણવા મળ્યું છે.
હાલ સાવરકુંડલા પોલીસે આ ચારેય આરોપીનો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવાની તજવીજ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં રાજકોટ જિલ્લાના નાના ઈંટોડા ગામના તેજપાલ જાડેજા, મેટોડા નજીક રહેતા ભાગ્યપાલ જાડેજા, ઘેડના કિશોર પંપાળિયા, અને સરસઇ ગામના પિયુશ સાવલિયા જે ચારે આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉઠાવીને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવાની કાર્યવાહી હાથ ધરી છે.








