'દેશના ભાગલા પાડનાર તાકાતોને નિષ્ફળ બનાવવી પડશે', વડતાલ દ્વિ-શતાબ્દી મહોત્ત્સવમાં PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા વડતાલમાં સ્વામિનારાયણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના 200મી વર્ષગાંઠના પ્રસંગે સામેલ થયા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સ્વામિનારાયણ ધામની જૂની વાતો વાગોળી હતી.
PM મોદીએ કહ્યું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી વડતાલ ધામમાં દ્વિશતાબ્દી મહોત્ત્વનું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે. દેશ-વિદેશથી વડતાલમાં તમામ હરિભક્ત આવ્યા છે.સ્વામિનારાયણની પરંપરા રહી છે સેવા વગર તેમનું કોઇ કામ આગળ થતું નથી. આજે લોકો પણ સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે.
આ સિક્કાની કિંમત 6500 રૂપિયા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે સ્વામિનારાયણ મંદિર જેવા પવિત્ર સ્થાન સમાજને એક નવી ઉર્જા અને દિશા પુરી પાડે છે. તેમણે મંદિરની ગતિવિધિઓના વખાણ કરતાં કહ્યું કે આ સ્થળ સમાજમાં ભાઇચારા અને એકતાનો સંદેશ ફેલાવે છે. પીએમ મોદીએ વડતાલ મંદિરને આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત કહ્યું અને તેને સમાજના ઉત્થાન માટે પ્રેરક ગણાવ્યું.
તેમણે વધુમાં જણાવ્યું કે, '200 વર્ષ પહેલાં જે વડતાલ ધામની સ્થાપના ભગવાન શ્રીસ્વામિનારાયણે કરી હતી. આજે પણ તેની આધ્યાત્મિક ચેતનાને જાગૃત રાખી છે. આજે પણ અહીં ભગવાન સ્વામિનારાયણની શિક્ષા, ઊર્જા અનુભવ કરી શકીએ છીએ. હું દરેક સંતોના ચરણોમાં પ્રણામ કરીને અને દરેક દેશવાસીઓને દ્વિશતાબ્દી મહોત્ત્સવની શુભેચ્છા આપું છું. મને આનંદ છે કે, ભારત સરકારે આ અવસરે 200 રૂપિયાનો ચાંદીનો એક સિક્કો અને સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી છે.'
આ પ્રતિક ચિન્હ આવનારી પેઢીઓના મનમાં આ મહાન અવસરની સ્મૃતિની જીવંત કરતા રહેશે. ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો દરેક વ્યક્તિ જાણે છે કે, આ પરંપરા સાથે મારો સંબંધ કેટલો જૂનો છે. મારી ઈચ્છા તો ઘણી હતી તમારી સાથે જૂની વાતો કરું અને બેસું. પણ જવાબદારી અને વ્યસ્તતાને લીધે આ સંભવ ના થયું. હું હૃદયથી તમારી વચ્ચે જ છું. મારું મન અત્યારે સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છે.
સ્વામિનારાયણ સંપ્રદાયની વૈશ્વિક છબિ
પીએમ મોદીએ કહ્યું કે 'સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રભાવ ભારત જ નહી, પરંતુ વિદેશોમાં પણ જોવા મળે છે. વડતાલના આ પવિત્ર સ્થળે લાખો લોકોને આધ્યાત્મિક યાત્રામાં નવી દીશા આપી છે. પીએમ મોદીએ સંપ્રદાયના ઘણા એવા કામ કર્યા છે જે દેશની સંસકૃતિને દુનિયાભરમાં પહોંચાડવામાં મદદગાર સાબિત થઇ છે. આ ભારતની સાંસ્કૃતિક ધરોહરનો ભાગ છે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રણામ કરું છું. વડતાલ ધામમાં દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. અહીં દેશ-વિદેશના હરિભક્તો આવ્યા છે. સ્વામિનારાયણની પરંપરા રહી છે કે,સેવા વગર તેમનું કોઈ કામ આગળ હોતું નથી. આજે લોકો પણ સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મેં છેલ્લાં કેટલાક દિવસોમાં ટીવી પર આ સમારોહની તસવીરો જોઈ અને મીડિયા-સોશિયલ મીડિયામાં વીડિયો જોઈને મારો આનંદ અનેકગણો વધી ગયો છે. વડતાલ ધામની સ્થાપનાના 200 વર્ષે આ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન એ માત્રે ઈતિહાસની તારીખ નથી. આ મારા જેવા દરેક વ્યક્તિ માટે જે વડતાલ ધામમાં આસ્થા સાથે જોડાયા છે. તે મોટો અવસર છે. હું માનું છું કે, અમારા માટે અવસર ભારતીય સંસ્કૃતિના શાશ્વત પ્રવાહોનું પ્રમાણ છે.
સ્વામિનારાયણ પરિવારે એક લાખ વૃક્ષો ઉગાડ્યા
સ્વામિનારાયણ પરિવારે એક લાખથી વધુ ઝાડ ઉગાડ્યા છે. દરેક વ્યક્તિના જીવનનો એક ઉદ્દેશ્ય હોય છે. આ ઉદ્દેશ્ય જ આપણા મન કર્મ અને વચનને પ્રભાવિત કરે છે. જ્યારે આપણા જીવનનો ઉદ્દેશ્ય મળી જાય છે તો જીવન બદલાઇ જાય છે. સંત મહાત્માઓએ આપણને આપણા ઉદ્દેશ્ય સાથે મિલાવ્યા છે. જ્યારે કોઇ ઉદ્દેશ્ય માટે સમાજ એકજૂટ થઇ જાય છે તો તે જરૂર પુરો થઇ જાય છે. આપણી ધાર્મિક સંસ્થાઓએ તેને પુરો કરીને બતાવ્યું છે.
આપણા દેશના ભાગલા પાડનાર તાકાતોને નિષ્ફળ બનાવવી પડશે
પીએમ મોદીએ કહ્યું કે 'આજે દેશના ભાગલા પાડવાનું કાવતરુ ચાલી રહ્યું છે. એવી તાકાતો છે જે દેશના ભાગલા પાડવામાં લાગેલી છે. આપણે આવી તાકાતોને ઓળખવી પડશે. આવી તાકાતોનેને આપણે એકસાથે મળીને નિષ્ફળ બનાવવી પડશે. આપણા દેશના યુવાનોને કૌશલયુક્ત બનાવવા પડશે. આજકાલ હું દુનિયાના જે નેતાઓને મળું છું તેમની ઇચ્છા રહે છે કે દેશના સ્કિલ્ડ યુવા તેમની સાથે કામ કરે. આજે દુનિયા ભારતના યુવાનોની પ્રતિભાથી પરિચિત છે. આપણા યુવા રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ જ મદદગાર બનશે.'








