મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડીસામાં વડાપ્રધાન મોદીએ કહ્યું, કોંગ્રેસ 400માંથી 40 પર આવી ગઈ, આજે જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર ત્યાં સ્થિતિ દયનિય

PM MODI IN GUJARAT : લોસકભા ચૂંટણી માટે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં પ્રચાર અભિય

ડીસામાં વડાપ્રધાન મોદીએ કહ્યું, કોંગ્રેસ 400માંથી 40 પર આવી ગઈ, આજે જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર ત્યાં સ્થિતિ દયનિય

PM MODI IN GUJARAT : લોસકભા ચૂંટણી માટે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. આજે 1લી મેના રોજ પીએમ મોદીએ બનાકાંઠાના ડીસામાં જનસભા સંબોધી, જેમાં બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી, પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં જનસભા સંબોધી. 

હું દેશના સામર્થ્યના આધારે ગેરંટી લઈને આવ્યો છું

તેમણે કહ્યું કે, 2014 પહેલા ભ્રષ્ટાચારના જ સમાચાર મળતા હતા અને દેશ નિરાશામાં ડૂબેલો હતો, પરંતુ અમે દેશ માટે મહેનત કરવામાં કોઈ કચાસ છોડી નથી. આમ છતાં 2019માં અમારી સરકાર ન બને તે માટે તમામ પ્રયાસો કરાયા છે. હવે હું દેશના સામર્થ્યના આધારે ગેરંટી લઈને આવ્યો છું, ગેરંટી હિંમતથી આપી છે. હિંદુસ્તાન દેશનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે. નવી સરકારનો પ્લાન તો અત્યારથી જ તૈયાર છે.

અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો

તેમણે જનસભાને સંબોધતા કહ્યું કે, મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને મોકો મળ્યો. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર, શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે. તેમણે કહ્યું કે, અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો છે.

હું મારી ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીને રહીશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, તમામ લોકો 2019માં માનતા હતા કે બીજી વખત સરકાર નહીં આવે, પરંતુ તમે મને બીજી વખત તક આપી અને હું ફરી દેશની સેવામાં લાગી ગયો. વર્ષ 2024ની ચૂંટણીમાં હું મારા 20-25 વર્ષના અનુભવ લઇને આવ્યો છું. મેં દેશની 10 વર્ષ સેવા કરી છે. મેં દેશના સામાર્થ્યને જાણ્યું છે. હું તે સામર્થ્યનો પૂજારી બની ગયો છું અને આ જ કારણે હું ગેરન્ટી લઇને આવ્યો છું. ગેરન્ટી આપવા માટે હિંમત જોઇએ. મારી ગેરન્ટી છે. આવનારી મારી ત્રીજી ટર્મમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવીને રહીશ.

આજે જે રાજ્યોમાં કોંગ્રેસ સત્તામાં છે ત્યાંની હાલત ખરાબ

હું ગુજરાતની જનતાની બુદ્ધિમત્તાને સલામ કરું છું, જેમણે સતત સ્થિર સરકારને ચૂંટી કાઢી છે. તમે લાંબા ગાળાના નુકસાનની કિંમત પર ટૂંકા ગાળાના લાભ દ્વારા ક્યારેય લાલચમાં આવ્યા નથી. રાજકીય અસ્થિરતાને કારણે ઘણા રાજ્યોને નુકસાન થયું છે. તે પ્રશંસનીય છે કે એકવાર તમે કોંગ્રેસને સત્તા પરથી હટાવ્યા પછી તમે ક્યારેય તેમનું સ્વાગત કર્યું નથી. આજે જે રાજ્યોમાં કોંગ્રેસ સત્તામાં છે ત્યાંની હાલત ખરાબ છે.

કોંગ્રેસ 400માંથી 40 પર આવી ગઈ 

2014માં જ્યારે હું પહેલીવાર લોકસભામાં આવ્યો ત્યારે કૉંગ્રેસ પાસે મુદ્દા હતા કે આ ચા વેચનાર શું કરશે... તેઓ મારી મજાક ઉડાવતા હતા. પરંતુ દેશે તેમના કાર્યોનો જવાબ એવી રીતે આપ્યો કે જેઓ એક સમયે 400 બેઠકો પર કબજો જમાવતા હતા તેઓ ઘટીને 40 બેઠકો પર આવી ગયા.

કોંગ્રેસ અને ઇન્ડીનું ગઠબંધન ફરીથી આવા જુઠ્ઠાણા સાથે મેદાનમાં આવ્યું

કોંગ્રેસના રાજકુમારે ગર્વથી સમગ્ર મોદી સમુદાય અને સમગ્ર ઓબીસી સમુદાયને ચોર કહ્યા. આટલું જ નહીં, તે મારા માતા-પિતાને સારું કે ખરાબ કહેવામાં પણ પાછળ નહોતા. હવે 2024 માં, કોંગ્રેસ અને ઇન્ડીનું ગઠબંધન ફરીથી આવા જુઠ્ઠાણા સાથે મેદાનમાં આવ્યું છે - તેઓ બંધારણ બતાવે છે અને કહે છે અનામત ખતમ કરી નાખશે.  તેઓ ડર દર્શાવે છે. એ તેમનું કામ છે.

ચાલો જોઈએ... આ વખતે પણ તેઓ પહેલા કરતા ઓછી બેઠકો સુધી મર્યાદિત રહેશે. ઇન્ડી ગઠબંધન પ્રથમ તબક્કામાં હાર્યું હતું અને બીજા તબક્કામાં સંપૂર્ણપણે તૂટી ગયું છે.

કોંગ્રેસે મહોબ્બ્તની દુકાનમાં ફેક  વીડિયોનો ધંધો ખોલી નાખ્યો

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસવાળા  મહોબ્બ્તની દુકાન લઈને નીકળ્યા હતા, પરંતુ પ્રેમની દુકાનમાં ફેક  વીડિયોનો ધંધો ખોલી નાખ્યો છે. હવે ચૂંટણીમાં તેમના શબ્દો કામ નથી કરતા, તેથી તે ફેક વીડિયો બનાવીને ફેલાવી રહ્યો છે. તેમની મહોબ્બ્તની દુકાન નકલી ફેક્ટરી બની ગઈ છે.

મને ચાવાળો, દાળભાત ખાનારો, ચોકીદાર ચોર કહ્યું, પરંતુ જનતાએ જવાબ આપી દીધો

વડાપ્રધાને કહ્યું કે, વર્ષ 2014માં હું પહેલી વાર લોકસભા ચૂંટણી મેદાનમાં આવ્યો ત્યારે કોંગ્રેસના મુદ્દા હતા કે, આ ચાવાળો, ગુજ્જુ, દાળભાત ખાનારો શું કરવાનો છે. ચૂંટણીમાં તેઓ મારી મજાક ઉડાવતા હતા પરંતુ જનતાએ એવો જવાબ આપ્યો કે, તેઓ એક સમયે 400 બેઠકો જીતતા હતા, જે હવે 40 પર આવી ગઈ છે. 2019ની ચૂંટણીમાં પણ તેઓ કંઈપણ શીખ્યા નહીં અને ચોકીદાર ચોર છે, મોદી ખુનની દલાલી કરે છે, રાફેલના રમકડાં લઇને ચૂંટણી સભાઓમાં બોલતા હતા. જનતાએ પણ તેનો જવાબ આપી ફરી એવી સ્થિતિ બનાવી કે તેઓ વિપક્ષ પણ બની શક્યા નહીં.

અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો

ગુજરાતની વાત કરતા તેમણે કહ્યું કે, મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને મોકો મળ્યો છે. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર, શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે. અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો છે.

ડીસા બાદ હિંમતનગરમાં જાહેરસભા યોજાશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે. આ પહેલા વડાપ્રધાન 70 વિધાનસભા વિસ્તારો અને 14 લોકસભા મતવિસ્તારને આવરી લેતો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. આજે તેઓ ઉત્તર ગુજરાતની ડીસા બાદ હિંમતનગરમાં જાહેરસભામાં સંબોધન કરશે.

આ સમાચાર શેર કરો