મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વોટિંગ પૂર્વે PM મોદીનું અમદાવાદમાં આગમન, મંગળવારે ગુજરાતમાં 25 બેઠકો પર મતદાન

PM Modi arrives in Ahmedabad Lok Sabha Elections | લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ મંગળવાર થશે. જેમાં ગુજરાતની 25 સહિત દેશની 93 બેઠ

VIDEO: વોટિંગ પૂર્વે PM મોદીનું અમદાવાદમાં આગમન, મંગળવારે ગુજરાતમાં  25 બેઠકો પર મતદાન

લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ મંગળવાર થશે. જેમાં ગુજરાતની 25 સહિત દેશની 93 બેઠકો મતદાન થશે. જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મત આપવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. પીએમ મોદી અમદાવાદમાં રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે.

વડાપ્રધાન મોદી મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા છે. રાજભવમાં રાત્રિ રોકાણ કરશે અને સવારે મતદાન કરી અન્ય રાજ્યના ચૂંટણીપ્રચાર માટે નીકળી જશે. પીએમ મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવાના છે પરિણામે સુરક્ષાના ભાગરૂપે સઘન પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પીએમ મોદી સાતમી તારીખે સવારે 7.30 કલાકની આસપાસ મતદાન કરી શકે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શિલજ ગામમાં મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે. અમિત શાહ પણ સવારે 10 વાગે નારણપુરા અંકુર ખાતે આવેલી મ્યુનિસિપલ કચેરી ખાતે મતદાન કરશે.

25 લોકસભા અને પાંચ વિધાનસભાની બેઠકો પર મતદાન 

નોંધનીય છે કે, સાતમી મેના રોજ એટલે મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ગુજરાતની 25 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર મતદાન થવાનું છે. ગુજરાતની પાછળની ચૂંટણીઓ પર નજર કરીએ તો ગત લોકસભાની બે ચૂંટણીઓમાં ગુજરાતીઓએ ભાજપ પર કળશ ઢોળ્યો હતો. ત્યારે જો આ વખતે ભાજપ જીત મેળવી લે છે તો ગુજરાતમાં તેની હેટ્રિક થઈ જશે. 

આ સમાચાર શેર કરો