દેશના સિમાડા સાચવી નિવૃત થયેલા જવાનની દુર્દશા! ગુજરાતના આ ગામે તંત્રએ મકાન તોડી નાખતાં તાડપત્રીમાં રહેવા મજબૂર
દેશના સિમાડા સાચવીને નિવૃત થયેલા જવાનોને માન સન્માન ને મોભો આપવાની જગ્યાએ તંત્રએ મજબૂરી

દેશના સિમાડા સાચવીને નિવૃત થયેલા જવાનોને માન સન્માન ને મોભો આપવાની જગ્યાએ તંત્રએ મજબૂરી આપી હોવાના દૃશ્યો જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે રિટાયર્ડ બીએસએફ જવાનનું મકાન તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યું છે. જેથી હાલ આ જવાન તેના પરિવાર સાથે તાડપત્રી બાંધીને જીવન વિતાવી દિવસો પસાર કરી રહ્યો છે.
આ પણ વાંચોઃVIDEO: નસવાડીની માર્ગ મકાન વિભાગની કચેરી સ્થિતિ ભયનજક, જો કોઈ દુર્ઘટના સર્જાશે તો....
લોન લઈને મકાન બનાવ્યું હતું
છોટાઉદેપુર જિલ્લના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામના આદિવાસી સમાજનો યુવાન જનુભાઈ રતન ભાઈ રાઠવા બીએસએફમાં નોકરી લાગ્યો હતો. તેણે જમ્મુ કાશ્મીરથી લઈને અલગ અલગ જગ્યાઓ ઉપર આખી જિંદગી પરિવારને મૂકીને દેશની સેવામાં પસાર કરી હતી. પરિવારમાં ત્રણ દીકરીઓ અને એક પુત્ર છે. જયારે 2005માં રિટાયર્ડ થઇને આવ્યો ત્યારે તંત્ર પાસે મકાન બનાવવા માટે જમીન માંગી હતી. પરંતુ તંત્રએ જમીન ન આપી. ત્યારે જવાને નોકરીમાંથી રિટાયર્ડના સમયે જે બચત હતી. તેમાંથી પરિવાર માટે નાનું મકાન બનાવ્યું હતું.
પરિવારની દુર્દશા
આ મકાન બનાવવા માટે ગામના વિઠ્ઠલભાઈ ચીમનભાઈ પટેલની જમીન મૌખિક ભાડા કરારથી લીધી હતી. તે વખતે આ જમીન પટેલના નામે બોલતી હતી. 2024 સુધી આ જમીન પટેલના નામે હતી. તંત્રએ આ જમીન 2024માં શ્રી સરકાર દાખલ કરીને બીએસએફ જવાનનું મકાન તોડી પાડ્યું હતુ. જયારે તંત્ર પાસે અનેક જગ્યાઓ સરકારી પડી છે. ત્યારે બીએસએફના જવાનને જગ્યા ન ફાળવી હાલ તો આ જવાનનું મકાન તૂટી જતા તાડપત્રી બાંધીને મકાન જેવો ઘાટ બનાવીને જીવન વિતાવી રહ્યા છે. દેશની સુરક્ષામાં આખી જિંદગી આપનાર આ પરિવારની દુર્દશા જોઈને કાળજું પણ કંપી ઉઠે તેવા દ્રશ્યો ઘટના સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે.
પંચાયત વેરો પણ લેતી
આખી જિંદગી દેશની સુરક્ષામાં ફાળવી અને રિટાયર્ડ થયા બાદ લોન લઈને મકાન બનાવ્યું હતું. ગ્રામ પંચાયત વેરો લેતું હતું. જયારે મધ્યગુજરાત વીજકંપનીએ વીજ કનેક્શન પણ આપેલું હતું.જયારે આ બાબતે ગ્રામ પંચાયતના તલાટીએ ગ્રામ પંચાયત કચેરીથી કોઈ કામગીરી કરવામાં આવી નથી. અને મામલતદાર કચેરી દ્વારા કામગીરી કરવામાં આવી છે. ગ્રામ પંચાયતે આકરણી પત્રક કેવી રીતે બનાવ્યું તે પૂછતાં તલાટીએ જવાબ આપવાનું ટાળ્યું હતું.








