VIDEO: નસવાડીની માર્ગ મકાન વિભાગની કચેરી સ્થિતિ ભયનજક, જો કોઈ દુર્ઘટના સર્જાશે તો....
નસવાડી ખાતે આવેલી પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીના પોપડા ખરી રહ્યા છ
નસવાડી ખાતે આવેલી પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીના પોપડા ખરી રહ્યા છે, કચેરીના કેમ્પસમાં આવેલું અધિકારીના ક્વાટર્સનો છતનો ભાગ તૂટી પડ્યો છે, જ્યારે તાલુકા પંચાયત પ્રમુખનો બંગલો પણ જર્જરિત અવસ્થામાં આ તમામ બિલ્ડીંગ પંચાયત માર્ગ મકાન વિભાગના કેમ્પસમાં આવેલા છે.
નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી 1962માં બનેલી
નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી 1962માં બનેલી છે જયારે તે કેમ્પસમાં ડેપ્યુટી ઈજેનર નું ક્વાટર્સ અને રેસ્ટ હાઉસ બનેલું છે તેની બાજુમાં તાલુકા પંચાયત પ્રમુખનો બંગલો બનેલો છે, પાછળના ભાગમાં કર્મચારીને રહેવા માટે ક્વાટર્સ બનેલું છે આ તમામ બિલ્ડીંગો જર્જરિત થઈગયા છે પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીના પોપડાખરી રહ્યા છે, કચેરીની છાજલી ઉપર ઝાડ ઉગી નીકળ્યા છે. તેની બાજુમાં તાલુકા પંચાયત પ્રમુખનો બંગલો પણ જર્જરિત અવસ્થામાં છે.
આ પણ વાંચો: ગોઝારો રવિવાર: રાજ્યમાં અકસ્માતની બે ઘટનામાં 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત, એક મહિલાનું મોત
વિદ્યાર્થીઓ રમત પિરિયડ વખતે આ જર્જરીત ઈમારતમાં રમવા જાય છે
ક્વાર્ટસની પાછળ કુમાર શાળા આવેલી છે, તેમાં વિદ્યાર્થીઓ રમત પિરિયડ વખતે આ જર્જરીત ઈમારતમાં રમવા જાય છે. આ અધિકારીનું બિસ્માર ક્વાટર્સ ગમે ત્યારે તૂટી પડે તેમ છે, હાલ છતનો ભાગ તૂટી ગયો છે. પ્રાથમિક શાળાના બાળકો ત્યાં રમવા જાય ન કરે નારાયણ કોઈ દુર્ઘટના સર્જાશે તો તેનું જવાબદાક કોણ રહેશે.






