માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં રમતું બાળક ધડામ દઈને ત્રીજા માળેથી નીચે પટકાયું ને..
માતા-પિતા માટે લાલબત્તી અને સાવધ કરતો કિસ્સો ફરી એકવાર સુરતમાં સામે આવ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રમતું

માતા-પિતા માટે લાલબત્તી અને સાવધ કરતો કિસ્સો ફરી એકવાર સુરતમાં સામે આવ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રમતું બાળક ત્રીજા માળેથી નીચે પટકાયું હતું. જેથી બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જ્યાં 12 કલાકની ટૂંકી સારવાર દરમિયાન બાળકે દમ તોડી દેતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ધડામ દઈને નીચે પટકાયું
ડિંડોલી વિસ્તારમાં આવેલી સંતોક પાર્ક સોસાયટીમાં ત્રીજા માળે રાજનસિંગ પરિવાર સાથે રહે છે. ગતરોજ સાંજના ચારેક વાગ્યે તેઓ કામ પર ગયા હતાં. આ દરમિયાન ઘરમાંથી રમતું રમતું બે વર્ષ અને 10 માસનું બાળક બહાર આવી ગયું હતું. જેથી ઉપરના ત્રીજા માળેથી ધડામ દઈને નીચે પટકાયું હતું. જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.
માથાના ભાગે પહોંચી ઈજા
ડિંડોલી પોલીસ મથકેથી મળતી વિગતો અનુસરર અગત્સ્ય રાજનસિંગ (ઉ.વ.આ.2 વર્ષ 10 માસ) ત્રીજા માળેથી રમતા રમતાં નીચે પડી ગયું હતું. અચાનક નીચે પડી જતાં તેના માથાના ભાગે ડાબા અને જમણી બાજુ ઈજા પહોંચી હતી. જેથી નિર્મળ હોસ્પિટલ લઈ જવાયું હતું. જ્યાં 12 કલાકની સારવાર બાદ મોત નીપજ્યું હતું. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








